પાણીની તકલીફ ના લીધે વેજલપુરના સ્થાનિકો દ્રારા નગરપાલિકાના પ્રમુખને રજુઆત કરાઈ.

0
46

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારના સુથાર ફળિયામાં ઘણાં સમય થી સ્થાનિકોને પાણીની પડતી મુશ્કેલીઓના લીધે આજ રોજ ભરૂચ નગરપાલિકાની કચેરીએ પહોંચી પ્રમુખ ને રજૂઆતો કરી હતી.

હાલમાં ગરમીની મોસમ ચાલી રહી હોય ત્યારે સ્વભાવિક છે કે લોકોને પાણી વગર ચાલે નહીં પરંતુ છેલ્લાં કેટલાંય સમય થી ભરૂચ નગરપાલિકા વેજલપુર વિસ્તારમાં આવેલ સુથાર ફળિયામાં પાણી નહિ આવવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

વારંવાર નગરપાલિકાના સભ્ય અને નગરપાલિકામાં જાણ કર્યા હોવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા સ્થીનિકોએ નગરપાલિકા કચેરી ખાતે નવા પ્રમુખ સુરભી તમાકુવાલાને પાણી અંગેની રજૂઆતો કરી હતી.

જયારે નવા પ્રમુખ દ્રારા આ અંગે લાગતાં વગાડતા અધિકારીઓ સાથે મિટિંગ કરી વહેલી તકે સ્થાનિકોને પૂરતા પ્રમાણ માં પાણી મળી રહેશે તેવી બાંહેધરી અપાતાં સ્થાનિકો પાછા ફર્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY