પોસ્કો એકટ અન્વયે બે રોડ રોમિયો સામે ગુનો દાખલ
સુરત, તા. ૨૨
લીંબાયતમાં કિશોરીની પાછળ પડેલાં રોડ રોમિયા વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકે પોસ્કો એકટ અન્વયે ફરિયાદ નોંધાઈ હતી.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લીંબાયત મદનપુરામાં રહેતો નિલેશ ફરિયાદીની દીકરી (ઉ.વ. ૧૭)નો પીછો કરી મારી સાથે વાત કર હું તને પ્રેમ કરું છું, તેમ જણાવી હાથ પકડી લીધો હતો. તેમજ આરોપ નિલેશના મિત્ર વિકાસે ફરિયાદીની દીકરીને નિવેશ જોડે ફોન ઉપર વાત કરવાનું જણાવી ઈશારાઓ કરતા હતા. કિશોરીની માતાએ આ બન્ને રોડ રોમિયો વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે છેડતીની આ ફરિયાદ અંગે કાનૂની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્નાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


