ફેલોશીપમાં ૮૦ ટકા વધારો કરવાની માગ સાથે એસવીએનઆઈટીના વિદ્યાર્થીઓની રેલી

0
5

ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિકાત્મક રેલીનું આયોજન
સુરત, તા. ૨૨
એસવીએનઆઈટીમાં આજે સવારે પીએચડી અને એમ.ટેકના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાઈપેન્ડ અને ફેલોશીપમાં વધારાની માગ સાથે રેલી યોજી મેનેજમેન્ટ અને સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. દેશની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રેલી યોજાઈ હતી. એસવીએનઆઈટીનો વિદ્યાર્થી અંકિત શાહના જણાવ્યા અનુસાર દેશની તમામ આઈઆઈટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પી.એચડી અને એમ.ટેકના વિદ્યાર્થીઓને આપવામાં આવતુ સ્ટાઈપેન્ડ અનેડ ફેલોશિપમાં દર ચાર વર્ષે વધારો કરવામાં આવતો હોય છે. ૨૦૧૦ અને ૨૦૧૪માં સ્ટાઈપેન્ડ અને ફેલોશિપમાં વધારો થયો હતો તે મુજબ ૨૦૧૮માં વધારો થઇ જવો જોઈતો હતો. આજે ૨૦૧૯ની શરૂઆત થઈ હોવા છતાં મેનેજમેન્ટ કે ગવર્નમેન્ટ દ્વારા સ્ટાઈપેન્ડ ફેલોશિપમાં વધારો કરવામાં આવ્યો નથી આજે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી એસવીએનઆઈટી કેમ્પસમાં સીઆરસી કોમ્પલેક્ષથી મેઇનગેટ સુધી વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્વક રેલી યોજી મેનેજમેન્ટનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો. એસવીએનઆઈટીમાં પીએચડી એમ.ટેકના આશરે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે તે પૈકી રેલીમાં ૨૫૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ૨૦૧૪થી ૨૫૦૦૦ રૂપિયાનું સ્ટાઈપેન્ડ ફેલોશિપની ચૂકવણી થાય છે જેમાં આજની તારીખે મોંઘવારી અને ફૂગાવો જતા વિદ્યાર્થીઓ દ્વારા ૫૦૦૦૦ રૂપિયા સુધી સ્ટાઈપેન્ડ ફેલોશિપની માંગણી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજીને સરકારને ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જેના ભાગરૂપે આજે સુરતની એસવીએનઆઈટીમાં પણ રેલી યોજવામાં આવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY