વાહન ચાલકો અને પોલીસ વચ્ચેના ઘર્ષણનો મુદ્દો ઉપસ્થિત કરતા સાંસદ પાટીલ
સુરત
શનિવારે મળેલી જિલ્લા સંકલન બેઠકમાં સાંસદ શ્રી સી આર પાટીલ દ્વારા ગેરકાયદે તળાવો ના મુદ્દે પણ આક્રમક રજૂઆત કરવામાં આવી હતી. એરપોર્ટ ની આસપાસના વિસ્તારોમાં તેમજ કાંઠા વિસ્તારમાં સરકારી જમીનો ઉપર સેંકડો ઝીંગા તળાવ ગેરકાયદે રીતે બનાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ડુમસ પાસે તાપી નદીના મુખ ત્રિકોણ દેશ પાસે રચાયેલ આ વિશાળ બેટ ઉપર પણ સેંકડો ગેરકાયદે તળાવ બનાવી દેવાયા છે. આ ગેરકાયદે ઝીંગા તળાવોને કારણે ઉકાઇમાંથી પાણી જ્યારે ડિસ્ચાર્જ કરવામાં આવે છે ત્યારે અને દરિયામાં ભરતી આવે ત્યારે પાણીના વાહને પણ અડચણ થાય છે. ડુમસ ના કાંઠાના ફળિયાઓ ને પણ તેના ગંભીર પરિણામો ભોગવવા પડી રહ્ના છે. આવા ઝીંગા તળાવ ને કોઇપણ સંજાગોમાં તાકીદના ધોરણે દૂર કરી દેવા માટેની કામગીરી કરવામાં આવે તેવી માગણી સાંસદ શ્રી સીઆર પાટીલે કરી હતી.
તદુપરાંત હાલમાં જે ટ્રાફિક પોલીસ સાથે લોકોની ઘર્ષણની ઉપરાછાપરી ઘટનાઓ બની રહી છે તે સંદર્ભે પણ ચર્ચા થઇ હતી. નવસારી લોકસભા સંસદીય મત વિસ્તારના સાંસદ શ્રી સીઆર પાટીલે આ શ્ને રજૂઆત કરતા કહ્નાં હતું કે, જ્યાં સુધી કોઇ અપકૃત્ય નહીં કરે ત્યાં સુધી ટ્રાફિક પોલીસની કામગીરી નો જા કોઇ વાહન ચાલક કે સામાન્ય નાગરિક વિડીયો ઉતારતો હોય તો તે કોઇ ગુનાહિત કૃત્ય નહીં ગણાય. છેલ્લા કેટલાક સમયમાં આવી રીતે મોબાઇલમાં શૂટિંગ કરતા સામાન્ય નાગરિકો સામે પણ ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે તે યોગ્ય બાબત ગણી શકાય નહિ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


