બોલો..મુખ્યમંત્રી ફડણવીસના કાફલાને એક નહિ ૧૩ વખત ચાલાન અપાયુ..!!!

0
5

મુંબઈ,તા.૧૫
ઓવર સ્પીડને કારણે મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસના કાફલાની કારનું ચાલાન કાપ્યું છે. આવું એક કે બે વાર નહીંપ પણ ૧૩ વખત થયું છે. મુખ્યપ્રધાન ફડવણવિસના વાહન એમએચ-૦૧ સીપી-૦૦૩૭ અને એમએચ-૦૧-સીપી૦૦૩૮એ આ વર્ષે બાંદ્રા વર્લી સી લિંકની આસપાસ ૧૩ વખત ટ્રાફિકના નિયમો તોડયા છે. આ નિયમ ૧૨મી જન્યુઆરીથી ૧૨મી ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન તોડવામાં આવ્યા હતા. ફડણિસની કારના કાફલા દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાનો મામલો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો.
ટ્રાફિકના નિયમો તોડવા પર એક હજાર રૂપિયાનો દંડ થયો હતો. આમ ૧૩ વખત ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ૧૩ હજાર રૂપિયાનો દંડ થયો હતો. પરંતુ આમ આદામીની સરખામણીએ મુખ્યપ્રધાન ફડણવિસ ભાગ્યશાળી સાબિત થયા છે અને તેઓ આવા દંડ ભરવાથી બચી નીકલ્યા છે. ટ્રાફિક પોલીસે ફડણવિસ પરના તમામ ઈ-ચાલાનને રદ્દ કર્યા છે. આ જાણકારી એક આરટીઆઈમાં સામે આવી છે. એક્ટિવિશ્ટ શકીલ અહમદે કહ્યું છે કે તેમણે ટ્રાફિક વિભાગમાંથી મુખ્યપ્રધાનના કાફલા દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ જાહેર કરવામાં આવેલા ચાલાનોની જાણકારી માગી હતી. જવાબમાં જણાવવામાં આવ્યું હતુ કે તમામ ૧૩ ચાલાનોને રદ્દ કરવા પડયા છે. પહેલીવાર ઓવર સ્પીડને કારણે પહેલું ચાલાન આપવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY