ધના સ્થિત ભાટીયા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

0
7

ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી
સુરત

ઉધના વિસ્તારમાં આવેલી ભાટીયા કેમિકલ ફેક્ટરીમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. લગભગ ૧૨ જેટલી ફાયરની ગાડીઓએ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. જોકે, ભાટીયા કેમિકલમાં લાગેલી આગમાં કોઈ જાનહાનીનોંધાઈ નથી. ડુંભાલ, માન દરવાજા, મજુરા, ઘાચી શેરી, ભેસ્તાન, અને નવસારી બજારના ફાયર સ્ટેશનના જવાનોએ મધરાતે ૩ વાગ્યાથી લઈ સવારે ૬ વાગ્યા સુધી ખડે પગે કામગીરી કરી હતી. જ્યારેઆગના પગલે ફેક્ટરીમાં લાખોનું નુકશાન થયું હોવાની સંભાવના સેવવામાં આવી રહી છે. મળસ્કે આગ લાગી હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગને કાબુમાં લેવા માટે લાશ્કરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY