લોક સમસ્યા નિદાન કેન્દ્રએ મ્યુ. કમિશનરને આવેદન પાઠવ્યું
સુરત
મસ્કતિ હોસ્પિટલમાં એસ.એમ.સી. મહિલા કર્મચારી સાથે છેડતી શોષણની થયેલી ઘટનાને શખ્ત શબ્દોમાં વખેડી એસ.એમ.સી. કામ કરતી દરેક મહિલાઓને રક્ષણ આપવા લોક સમસ્યા નિદાન દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદન પત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી. આવેદનમાં જણાવાયું હતું કે, હાલમાં જ સુરત શહેરના એસએમસી સંચાલિત મસ્કતિ હોસ્પિટલમાં મહિલા કર્મચારી સાથે છેડતી અને શોષણ કરવાની જે ઘટના બની છે તે ઘટનાને શખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા વિરોધ કરીએ છીએ અને સાથે જણાવીએ છીએ કે, હાલમાં જ સંસ્થામાં એસએમસીની સફાઈ કામદાર મહિલાઅોની મૌખિક ફરિયાદ આવેલી છે કે, સફાઈ કામદાર મહિલા હોય કે મહિલા કર્મચારી હોય તેઓનું શોષણ કરવા દૂર દૂર ઝોનમાં નાંખી હેરાનગતિ કરવામાં આવી રહી છે અને સાફ સફાઈ કરવાના બહાને હેરાનગતિ કરતા હોય છે. સફાઈ કામદાર મહિલાઓ ફરિયાદ કરવા પણ ગભરાય છે. જેનું મૂળ કારણ છે કોઈ મહિલા અધિકારોને ફરિયાદ કરવા જાય તો તેઓને નોકરીમાંથી કાઢી નાંખવાની ધમકીઓ આપવામાં આવે છે. જેથી આ મહિલાઓ લાચાર થઈ જાય છે અને સુરત મહાનગરપાલિકામાં મહિલા કર્મચારીઓ અસુરક્ષિત છે. જે બાબતે અમારી માંગણી છે કે, એસએમસીમાં કામ કરતી દરેક મહિલા કર્મચારીને રક્ષણ આપવું જાઈએ તેમજ દરેક વોર્ડ ઓફિસોમાં એક મહિલા ઉપરી અધિકારી જે મહિલા કામદાર તથા કર્મચારીના પ્રશ્નો સાંભળે અને તેઓની ફરિયાદો સાંભળે તેવી નિમણૂંક થવી જાઈએ તેવી અમારી માંગણી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


