ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પત્નીએ પતિ પાસે ખંડણી માંગી

0
12

પત્ની અને પિયરીયાઓ સામે ખટોદરા પોલીસમાં ખંડણીનો ગુનો દાખલ
સુરત
ખટોદરા વિસ્તારમાં રહેતા એક પતિને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાંની માંગણી કરી હોવાની એક ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં પત્ïની સહિત પિયરીયઓ સામે દાખલ કરવામાં આવતા પોલીસે ખંડણીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ ગોરેગાંવ આઈ.વી. ટાવર ખાતે મેઘાબેન ચિરાગભાઈ બેલડીયા રહે છે. તેમના લગ્ïન સુરત ખટોદરા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન થયા બાદ પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડો સંબંધ હોવાની ગંધ પતિને આવી ગઈ હતી. આથી તેઓ પત્નીને પોતાની સાથે રાખવા સંમત થયા ન હતા અને પત્ની પિયરમાં ચાલી ગઈ હતી. આરોપી મેઘાબેન બેડીયા, સુનીલ ટેબડેવાલ, આનંદી સુનીલ ટેબડેવાલ તથા અંકિત ટેબડેવાલ વગેરેઓએ પતિ તથા તેના પરિવારને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાંની માંગણી કરી હતી. ખટોદરા પોલીસ મથકમાં પતિએ ખંડણીની ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY