રાપર શહેર માં વાડી વિસ્તારમાં ગેરકાયદે લગાવાયેલ વીજ કનેકસને લીધો પાલિકા કર્મચારી નો ભોગ

0
101

રાપર શહેર નાં નવાપરા (રતનપર) વિસ્તાર માં લાઈટ નું કામ કરી રહેલ નગર પાલિકા નાં લાઈન મેન અને અનુભવી કર્મચારી મોહનભાઈ કોલીને વીજ તાર નો જોરદાર ઝટકો લાગતા વીજ કરંટ આરપાર નીકળી ગયો હતો તેને સારવારઅર્થે પ્રથમ રાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યાર બાદ ગાંધીધામ રીફર કરાયા હતાં જયાં ગાંધીધામ પહોંચે ત્યાંજ રસ્તા માં જ કરુણ મોત નીપજ્યું હતુ જ્યાંથી લાસ ને પોસ્ટ મોટમ માટે રાપર સરકારી હોસ્પિટલ ખાતે લવાઇ હતી મરણ જનાર મોહન ભાઇ નગર પાલિકા માં કાયમી કર્મચારી હતાં તેમનુ આકસ્મીત મૃત્યુ થતા નગર પાલિકા ઉપપ્રમુખ હઠુભા સોઢા નગરપાલિકાનાં એન્જીનીયર મહેશ સુથાર,કિશોર ઠક્કર,હકુભા સોઢા,રમજુ કુંભાર,વિનોદગર ગુસાઈ વગેરે નગર પાલિકા માં ફરજ બજાવતા કર્મચારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં પારકરા કોલી સમાજનાં લોકો પણ મોટી સંખ્યામાં સ્થાનિકે દોડી ગયાં હતાં અને ફરીયાદ ની કાર્યવાહી હાથ ધરાઈ હતી જોકે રાપર પોલીસ જમાદાર મોડા આવતાં લાસ નો કબ્જો લેવામાં વધારે સમય રાહ જોવી પડી હતી જેનાં કારણે ઉપસ્થિત લોકો માં પણ પોલીસ ની કામગીરી પ્રત્યે રોષ જોવા મળ્યો હતો મળતી માહીતી મુજબ નગર પાલિકાની લાઈટ રીપેર કરવા ગયેલાં મોહન ભાઈ ને બાજુમાં વાડી આવેલછે તે.વાડી માલિકે પોતાની ગેર કાયદેસર લીધેલ લાઈટ નાં વાયર ખુલ્લા હોઇ તે અડી જતા મોહન નીચે પટકાયો હતો જોકે વાડી માલિક પાટીદાર સમાજ નો હોઇ અને ધારાસભ્ય પણ પાટીદાર હોવાંનાં કારણે કાંઇક ભીનું શંકેલાયુ હોવાનું જણાઈ આવ્યુ હતુ અને વાડી માલિક પાટીદાર પણ હોસ્પિટલ ખાતે દુઃખ વ્યકત કરવાનું નાટક કરી રહ્યો હતો તેવું નજરે જોનારા લોકો કહી રહ્યાં હતાં તો પોલીસ શું ગેરકાયદેસર લીધેલ વીજ જોડાણ બાબતે વાડી માલિક સામે કાર્યવાહી કરશે..? તેવા સુર ઉઠવા પામી રહયાં છે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY