વલસાડ,તા.૨૮
દક્ષિણ ગુજરાતમાં આવેલા કેન્દ્ર સાશિત પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે આવેલી પ્લાસ્ટીકની વસ્તુઓ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ અંગે ફાયર બ્રિેગડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ લેવાની કામગીરી હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના રખોલીમાં હેમિલ્ટન કંપની આવેલી છે. કંપનીમાં આજે મંગળવારે કોઇકારણ સર આગ લાગી હતી. જોકે, આગે ધીમે ધીમે કંપનીના મોટાભાગનો હિસ્સો પોતાની ઝપેટમાં લઇ લીધો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે સમય સુચકતા દાખવીને કંપનીમાં કામ કરતા કારીગરો સલામત સ્થળે જતા રહ્યા હતા. જેના પગલે આગમાં કોઇ જાનહાનીના સમાચાર નથી.
બીજી તરફ આગ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ૮ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ ઉપર પહોંચીને ફાયરના જવાનોએઆગ ઉપર કાબુમાં લેવાની કામગીરી હાથધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




