ટ્રાફિક ડીસીબી દેસાઈએ જારી કરેલો પરિપત્ર
સુરત, તા. ૨૩
સુરત શહેરમાં વધતી વસતિ સામે પોલીસ મહેકમની વ્યાપક ઘટથી ઘણી વખત કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કર્મીઅોને સતત ફરજ બજાવી પડતી હોય છે. તાજેતરમાં પો. કમિ. સતીષ શર્માએ પોલીસ ઈન્સ્પેક્ટર સીહતના અધિકારીઓ માટે અઠવાડિક રજા જાહેર કરીને એક આવકારદાયક પગલુ ભર્યુ હતું.ત્યારે ટ્રાફિક બ્રાન્ચના ડીસીપી સુધીરકુમાર દેસાઈએ ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની આઠ કલાકની ડ્યુટીમાં બે કલાકના વધારો ઝીંકી દઈ ૧૦ કલાકની ડ્યુટીનો આદેશ કરતા ટ્રાફિક બ્રાન્ચના પોલીસ કર્મીઅોના ગણગણાટ શરૂ થઇ ગયો છે. ડીસીપી (ટ્રાફિક)એ જારી કરેલા આદેશમાં જણાવ્યા મુજબ ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ચાલુ કામકાજના દિવસો દરમિયાન સવારે ૮ થી ૧૩ કલાક અને સાંજે ૧૭ થી ૨૨ કલાક સુધી તેમજ જાહેર રજાના દિવસે સવારે ૯ થી ૧૩ કલાક અને સાંજે ૧૭થી ૨૩ કલાક સુધી ફરજ બજાવવા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે સર્કલ ઈનચાર્જ અને રીજીયન ઈનચાર્જને ફરજીયાત રોજ બરોજ ઓછામાં ઓછા ૨૫ ટકા પોઈન્ટો ચેક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફરજના સમયમાં બે કલાકનો વધારો ઝીંકી દેવતા ટ્રાફિક બ્રાન્ચના પોલીસ કર્મીઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


