ઉત્તર ભારતમાં બરફ વર્ષાને પગલે દક્ષિણ ગુજરાતમાં ઠંડી ૨ ડિગ્રી વધી

0
6

નવસારીમાં ૧૧, વલસાડમાં ૧૪ અને સુરતમાં ૧૬ ડિગ્રી
સુરત, તા. ૨૩
સમગ્ર ઉત્તર ભારત અને જમ્મુ કાશ્મીરમાં કાતિલ હિમપવનની અસર દક્ષિણ ગુજરાતમાં જાવા મળી રહી છે. બે દિવસથી વાતાવરણમાં આવેલ અચાનક પલટાના લીધે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે. હજી આગામી બે દિવસ સુધી ઠંડીનું જાર યથાવત રહે છે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૨૮.૨ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૬.૬ ડિગ્રી નોંધાયું છે. ગતરોજ ન્યુનત્તમ તાપમાન ૧૮.૬ ડિગ્રી નોંધાયું હતું.આજે હવામાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને હવાનું દબાણ ૧૦૧૬.૫ મીલીબાર નોંધાયું છે. શહેરમાં દક્ષિણ-પૂર્વ દિશાથી કલાકના ૮ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્ના છે. નવસારીમાં આજે ન્યુનત્તમ તાપમાન ૧૧.૬ ડિગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૧૪ ડિગ્રી નોંધાયુ હતું. આજે વલસાડમાં ૧૪.૫ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન નોîધાયું છે. ગતરોજની સરખામણીએ આજે દક્ષિણ ગુજરાતના ન્યુનત્તમ તાપમાનમાં ૨ ડિગ્રી ઘટાડો અને સુસવાટાભેર ઠંડો પવન ફૂંકાવાના લીધે ઠંડીનો ચમકારો વધ્યો છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY