શાખ પર રૂ.૨૭.૨૦ લાખનો કાપડનો માલ ખરીદી વેપારી સાથે છેતરપિંડી

0
4

બાકી પેમેન્ટની ઉઘરાણી કરાતા વેપારીને ધમકી મળી
સુરત, તા.૧૨
કાપડ દલાલ સહિત ચાર જણાએ રૂપિયા ૨૭.૨૦ લાખની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ ચૂકવવાને બદલે વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી વેપારી મહેન્દ્રસિંહ ભુરસિંહ રાજપુરોહિતે આરોપી વિક્રમસિંહ ઓબસિંહ ચૌહાણ, દલવીરસિંહ વિક્રમસિંહ ચૌહાણ (શ્રી લક્ષ્મી કૃપા ફેબ્રિક્સ, રાધા ક્રિષ્ણા ટેક્ષ્ટાઈર્લ્સ, રિંગરોડ), નેમારામ લાલારામ પરિહાર (માજીસાપ્રિન્ટ , હીરા પન્ના માર્કેટ, રિંગરોડ) તથા કાપડ દલાલ હરીશ લાલારામ પરિહાર વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. આરોપીઓએ ફરિયાદી મહેન્દ્રસિંહ તથા અચલારામ પન્ïનાજી પ્રજાપતિ પાસેથી રૂપિયા ૨૭,૨૦,૬૦૫ની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ ચૂકવવાને બદલે જાનથી મારી નાંખવાની ધમકી આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY