પાંડેસરામાં બિનવારસી દારૂનો જથ્થો પકડાયો

0
4

સુરત, તા.૧૨
દમણથી સુરત લવાયેલો રૂપિયા ૨૬૮૮૦ની કિંમતના દારૂનો જથ્થો પાંડેસરા પોલીસે જપ્ત કર્યો હતો. બિનવારસી દારૂના જથ્થા અંગે પોલીસે એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પાંડેસરા પોલીસે મળેલી બાતમીના આધારે ભેસ્તાન ભગવતીનગરïની સામે ખુલ્લી જગ્યામાંથી દારૂની ૩૩૬ બોટલો જપ્ત કરી હતી. આરોપી અખિલેશ રાજેન્દ્ર ભારતી આ દારૂનો જથ્થો દમણથી લાવ્યો હતો. પાંડેસરા પોલીસે દારૂનો જથ્થો મુકીને નાસી જનાર બુટલેગર અખિલેશ ભારતીને વોન્ટેડ જાહેર કર્યો હતો. દારૂ વેચનાર આરોપી બુટલેગર આ પૂર્વે પણ પ્રોહિબીશનના ગુનામાં પકડાયો હોવાનું બિનસત્તાવાર પોલીસ સૂત્રો જણાવી રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY