માંગરોળ,તા.૨૮
માંગરોળમાં ગુરુવારે સવારે બાઇક પર આવેલા બે શખ્સો એક આંગડીયા કર્મચારી પાસેથી રૂ. ૨૫ લાખની રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવીને ફરાર થઈ જતાં ભારે સનસનાટી મચી ગઈ છે.
લૂંટ અંગે મળતી પ્રાથમિક માહિત મુજબ, માંગરોળ ખાતેની પીએમ આંગડીયા પેઢીના હરેશભાઈ નગીનભાઈ સોલાર (ઉ.વ. ૬૫)એ ગુરુવારે સવારે ૧૦ વાગ્યાના અરસામાં ઉનાથી આવેલા આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂ. ૨૫ લાખની રોકડ ભરેલો થેલાની ડીલેવરી લીધી હતી. તેઓ આ થેલો લઈને પ્લેઝર સ્કૂટર ઉપર જઈ રહ્યા હતા.
દરમિયાન માંગરોળ શહેરમાં મીલવાળા તરફ જતા રસ્તા ઉપર પાછળથી મોટર સાયકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ હરેશભાઈ પાસેથી રૂ. ૨૫ લાખની રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવી હતી અને ગણતરીની સેન્કડમાં જ બન્ને ઈસમો મોટર સાયકલ ઉપર નાસી છૂટયા હતા.
આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને હરેશભાઈએ વર્ણન કરેલા શખ્સોની શોધખોળ માટે સમગ્ર માંગરોળ શહેર અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



