સ્વચ્છતા સર્વેક્ષણમાં દાવલે મેમોરીયલ એક્ષલસીર એકેડમી સુરતમાં પ્રથમ ક્રમે

0
17

કાર્યક્રમમાં સાંસદ સીઆર પાટીલની ઉપસ્થિતિ
સુરત, તા.૧૬
ઉધના ઝોન વિસ્તારમાં આવેલ વિદ્યાલય સંકુલમાં સુરત મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવેલ હતું. જેમાં શ્રીમતી આ.જે.દાવલે મેમોરિયલ એક્ષલસીર એકેડમીનું પ્રથમ ક્રમાંક આવેલ છે. આ પ્રસંગે વિદ્યાલય પ્રાગણમાં ઉધના ઝોનમાં આવેલ નાયબ આરોગ્ય અધિકારીશ્રી ડો. પ્રકાશ પટેલ, ડો અર્પિત દૂધવાલા, ચીફ એસઆઈ જેજે ગાંધી, અને એસએસઆઈ પીડી પાટીલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ હતા. સાથે મુખ્ય મહેમાન નવસારી લોકસભાના સાંસદ શ્રી સીઆર પાટીલ ખાસ ઉપસ્થિથ રહેલા હતાં. જે કાર્યક્રમમાં વિદ્યાલયના સફાઈ મહિલા કામદારïને સાંસદ શ્રી સી.આર.પાટીલના હસ્તે સાડી ભેટ આપવામાં આવેલ છે. અને સાથે સાથે વિદ્યાલયમાં આ પ્રસંગે સંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં શાળાના બાળકો ભાગ લીધેલ તેમાં બાળકો એ બહુ સરસ મજાનું પરફોમન્સ આપેલ જે બદલ શાળાના ચેરમેન અને ટ્રસ્ટી શ્રી હરીશભાઈ જે દાવલે અને શ્રીમતી પૂર્ણિમા બેન એસ દાવલે વતી ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે. આ સાથે શાળાના આચાર્ય શ્રી વેણું માધવન એલગમ અને શ્રીમતી વીણા પવાર અને શ્રીમતી સાધના વી રાવ તરફથી આભાર વ્યક્ત કરાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY