પ્રેગ્નેન્સીની જાણ થતા મહિલાએ ઉંઘની ગોળી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો

0
4

સુરત,તા.૧૬
સુરત અડાજણ મંદિર પાસે રહેતી ૩૫ વર્ષિય મહિલાના લગ્ન ૨૦૦૫માં થયા હતા. જેથી તેને બે દીકરી અને એક દીકરો થયો હતો. પતિ બેકાર હોવાથી વર્ષ ૨૦૧૧માં વાપી ખાતે મોટા કાકાના દીકરાના ઘરે આવી હતી અને ૨૦૧૪માં વાપી ઇએસઆઇસી હોસ્પિટલમાં નોકરીએ લાગી હતી. દરમિયાન સાથે કામ કરતી કિરણે વાપીમાં કિંગ વર્લ્ડ રિયાલિટી નામે કંસ્ટ્રક્શનનું કામ કરતા ગીરીરાજસિંહ હિંમતસિંહ જાડેજા પાસે નોકરી માટે કહેતા તેમનો સંપર્ક કરી તે સપ્ટેમ્બર ૨૦૧૯માં બિલ્ડરની નવી ઓફિસ ૧૦૨, શાંતિ કોમ્પ્લેક્ષ નિસાન કાર શોરૂમ ઉપર હાઇવે પર મેનેજમેન્ટના કામે લાગી હતી. ૧૬ હજાર પગાર નક્કી કરી તેને રહેવા માટે બિલ્ડરે ચલા ગુરૂકુલ રોડ પર એક ફ્લેટ આપ્યો હતો. નોકરી દરમિયાન બિલ્ડર અવારનવાર મહિલા પાસે બેસીને વાતો કરતો હતો. એક દિવસ બપોરે જ્યારે બાળકો સ્કૂલમાં હતા ત્યારે બિલ્ડર મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને બળજબરીથી બેડરૂમમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધ્યો હતો.
બિલ્ડર અવારનવાર મહિલાના ફ્લેટમાં જઇ મરજી વિરૂદ્ધ સંબંધ બાંધતો અને વિરોધ કરવાથી પોતે મોટો માણસ છું કોઇ કંઇ કરી શકે નહીં તેમ જણાવી ધમકાવતો હતો. બિલ્ડરથી કંટાળી મહિલા સુરત ખાતે તેની બહેનપણી પાસે જતી રહી હતી. જ્યાં ગર્ભ રહી જવાની જાણ થતા તેણે ગત ૧૧મીના રોજ ઉંઘની ૧૦ ગોળીઓ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. શારીરિક સંબંધ બાંધનારા વાપીના બિલ્ડર ગીરીરાજસિંહ હિંમતસિંહ જાડેજા સામે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ઝીરો નંબરથી વાપી ટાઉન પોલીસને સોંપાઇ છે. ટાઉન પોલીસે આર્મ્સ એક્ટ, ધમકી અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY