અંકારા,તા.૧૯
બે વર્ષ પહેલાં તુર્કીમાં શાસન પલટાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તરત જ તુર્કીમાં કટોકટી લાગુ કરી દેવામાં આવી હતી. આ દરમ્યાન હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને હજારો લોકોની નોકરીઓમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.
સરકારે કટોકટી ચાલુ રાખવાનો નિર્ણય લીધો અને તેની સમય મર્યાદા કેટલાક મહિના આગળ વધારી દેવામાં આવી. દેશમાં હાલમાં જ રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી સમાપ્ત થઈ છે, જેમાં ફરીથી એક વખત હાલનાં રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન ચૂંટણી જીતી ગયા હતા.
ચૂંટણી પ્રચારમાં વિપક્ષી ઉમેદવારોએ વચન આપ્યું હતું કે જા તેઓ ચૂંટણી જીતી જશે તો તેઓ સૌથી પહેલાં કટોકટીને સમાપ્ત કરશે. સરકારી આંકડા અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા એકઠા કરવામાં આવેલા આંકડા અનુસાર, કટોકટી દરમ્યાન એક લાખ સાત હજાર લોકોને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા, જ્યારે પચાસ હજાર કરતાં વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમની સુનાવણી ચાલી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



