વેપારીએ પોલીસમાં ફરિયાદ નોધાવી
સુરત
રૂ.૧૮.૩૦ લાખની કિંમતનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ ચૂકવવાને બદલે જાનથી મારી નાંખવાની ધમકી આપનાર વેપારી વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સહારા દરવાજા સૂર્યાનગર સોસાયટીમાં રહેતાં વેપારી સંતોષ દેવીલાલ જૈને (તુલસી ટેક્ષ્ટાઈલ્સ એજન્સી) બોગસ પેઢીઓ બનાવી ફરિયાદી લલીત ગોપાલચંદ અગ્રવાલ પાસેથી રૂપિયા ૧૮,૩૦,૩૩૯ની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી કર્યા બાદ પેમેન્ટ નહીં ચૂકવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે લલિત અગ્રવાલની ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


