ઇન્ડોનેશિયામાં ક્રેશ થયેલા વિમાનને ઉડાવી રહ્યો હતો દિલ્હીનો પાયલટ ભવ્ય સુનેજા

0
7

જકાર્તા,તા.૨૯
ઈન્ડોનેશિયાના જકાર્તાથી ઉડાન ભર્યાના ૧૩ જ મીનીટ બાદ મુસાફરો અને ક્રુ-મેમ્બરો સહિત ૧૮૯ લોકો જેમા સવાર હતા તે વિમાન તુટી પડ્યું. આ વિમાન ઈન્ડોન એશિયાની લાયન એરનું બોઈંગ ૭૩૭ હતું. આ વિમાનના માયલોટ ભારતીય હતાં.
વિમાન જકાર્તાથી પંગકલ પિનાન્ગ જઈ રહ્યું હતું. વિમાનના પાયલોટનું નામ કેપ્ટન ભવ્ય સુનેજા છે. તેઓ દિલ્હીના મયૂર વિહારના રહેવાસી છે. ભવ્ય સુનેજા ૩૧ વર્ષના છે.
ભવ્ય સુનેજા એલ્કોન પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કરી ચુક્્યા છે અને ૨૦૦૯માં તેમને પાયલોટનું લાયસંસ મળ્યું હતું. ત્યાર બાદ તેઓ અમિરાતમાં ટ્રેની રહી ચુક્્યાં છે. તેમણે ૭ વર્ષ પહેલા ૨૦૧૧માં લાયન એર જાઈન કરી હતી. ભવ્ય સુનેજા સાથે આ વિમાનના સહ-પાયલોટ હરવિનો હતાં.
એક એરલાઈન કંપનીના સીનિયર અધિકારીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભવ્ય મધુર ભાષી અને સારા માણસ હતાં. તેમની પાસે બોઈંગ-૭૩૭ ઉડાવવાનો સારો એવો અનુંભવ હતો. આટલા વર્ષોમાં ક્યારેય તેમને કોઈ જ અકસ્માત નડ્યો નથી. તેમના શાનદાર રેકોર્ડને ધ્યાનમાં રાખીને જ અમે તેમને અમારી ટીમમાં શમાવવા માટે ઉત્સુક હતાં. ભવ્યની માત્ર એક જ ભલામણ હતી કે તેમને દિલ્હી પોસ્ટિંગ આપવામાં આવે. કારણ કે તેઓ દિલ્હીના રહેવાસી હતાં.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મોટા ભાગના પાયલોટ ઉત્તર ભારતના છે અને તેઓ દિલ્હીમાં જ પોસ્ટિંગ ઈચ્છતા હતાં. અમે તેમને હૈયાધારણા આપી હતી કે અમારી સાથે એક વર્ષ કામ કર્યા બાદ તેમને દિલ્હી પોસ્ટિંગને લઈને વિચાર કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY