વડાપ્રધાન મોદી સમક્ષ ટેક્સટાઈલ, ડાયમંડ ઉદ્યોગના પ્રશ્નો ઉકેલવા ઉપરાંત ઇન્ફ્રસ્ટ્રકચરની વધુ સવલતો પુરી પાડવા ઉદ્યોગ જગતની માંગણી
સુરત
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇની આગેવાની હેઠળ અન્ય હોદ્દેદારો, સેલ હેડ તથા ભુતપુર્વ પ્રમુખશ્રી સહિત ૧ર જણાંના પ્રતિનિધી મંડળે તા. ર૭ ડિસેમ્બર ર૦૧૯ના રોજ નવી દિલ્હી ખાતે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
જીડીપી ગ્રોથમાં ભારતમાં સુરતનુ રહેલ અગ્રસ્થાન અને સરકારની વિવિધ સ્કીમના લાભને કારણે વેપારના વિકાસને મળેલ ગતિ વિશે ચેમ્બરે સૌપ્રથમ માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો. ત્યારબાદ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો કરી તેના વિકાસ માટે વિગતવાર ચર્ચા કરી હતી.
ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સુરત એરપોર્ટથી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફલાઇટો તેમજ કાર્ગોની ફેસિલીટીને વધારવા માટે રજૂઆત કરી કરવામાં આવી હતી. સુરતમાં હજીરા ખાતે અદાણી પોર્ટને વધારે ડેવલપ કરવા માટે સાયણથી કૃભકો સુધીની રેલવે લાઇનને અદાણી પોર્ટ સુધી લંબાવવાની માંગ કરવામાં આવી હતી. જેથી કરીને પોર્ટથી ઇમ્પોર્ટ–એક્ષ્પોર્ટ થતા કન્ટેનરોની અવરજવર વધી શકે. તદુપરાંત ઘોઘા અને દહેજ વચ્ચેની રો રો ફેરી ટેકનીકલ કારણોસર બંધ થઇ ગઇ છે તેને ફરીથી શરૂ કરાવી હજીરા સુધી લંબાવવા માટે રજૂઆત કરી હતી.
સુરત સહિત દક્ષિણ ગુજરાત એમએસએમઇનું હબ હોવાથી ઉદ્યોગોમાં એફીશિયન્સી, સ્કીલ, માઇન્ડસેટ અને એથીકલ બિઝનેસના અપગ્રેડેશન માટે લાંબી ચર્ચા થઇ હતી. ટેક્ષ્ટાઇલ માટે ખૂબ જ જરૂરી એવા કોમન ફેસિલીટી સેન્ટરો ઉભા થાય તેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. એમએસએમઇ ઉદ્યોગોને લેવલ પ્લેઈંગ ગ્રાઉન્ડ મળી રહે તેવી રજૂઆત કરી હતી. સાથે જ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા માટે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા વિનંતિ કરવામાં આવી હતી.
ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઇનપુટ ટેક્ષ ક્રેડીટ અને લીકવીડીટીના પ્રશ્નનો સત્વરે નિકાલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં વેલ્યુ એડીશન માટે જવેલરી ઉદ્યોગને વધારે વિકસાવવા માટે સરકાર દ્વારા સહયોગ આપવામાં આવે તે વિશે રજૂઆત થઇ હતી. સુરતમાં લેબગ્રોન ડાયમંડ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ અને પ્રોસેસિંગમાં લીકવીડીટી અને ક્રેડીટ રીફંડની પ્રોસેસ ઝડપથી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પાવર ટેરીફના પ્રશ્ને પણ રજૂઆત થઇ હતી. સુરતના ફેબ્રિકના નિકાસ માટે વેલ્યુ એડીશન ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. સુરતનુ કાપડ વિશ્વની સ્પર્ધામાં ટકી રહે એ માટે પણ સરકાર દ્વારા જરૂરી પ્રયત્નો થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના પ્રશ્ને તથા તેમના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત એકવા કલ્ચર, કેમિકલ અને રીયલ એસ્ટેટ સહિતની વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.
ચેમ્બર દ્વારા એકસકલુઝીવ ‘દિવ્યાંગ એક્ષ્પો’ કરવાનું પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. આ અંગે માનનીય વડાપ્રધાનશ્રી સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. દિવ્યાંગોના વિકાસ માટે તેમણે અંગત રસ દાખવ્યો હતો અને ચેમ્બરને કેટલાક સૂચનો પણ કર્યા હતા.
જ્જઝઢ્ઢલ્શવ્ઢ્ઢય ઙ્ગશ્ચદ્ધત્યક્ બ્વજ્ઙ્ખ લ્વ્ઢ્ઢજ્જ્જઢ્ઢ ઢ્ઢઙ્ગ_રઢ્ઢૐઢ્ઢ લ્ઢ્ઢઌવ_
ચેમ્બરનું ફલેગશીપ એકઝીબીશન ‘ઉદ્યોગ’ જાન્યુઆરી ર૦ર૦માં યોજાશે. મે ર૦ર૦માં ચેમ્બરની વાર્ષિક સાધારણ સભા અને ઇન્સ્ટોલેશન સેરેમની યોજાશે. જયારે ડિસેમ્બર ર૦ર૦માં વાઇબ્રન્ટ ગુજરાત યોજાશે. આ ત્રણ પ્રસંગોમાં પધારવા માટે માનનીય વડાપ્રધાનશ્રીને ચેમ્બર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓની જગજાગૃતિ માટે ચેમ્બર દ્વારા સરકારશ્રીને સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


