પાંચ ટ્રકો ભરીને સામાન જપ્ત કરાયો
સુરત,
સેન્ટ્રલ ઝોનમાં ઝોનલ ચીફ/ડે.કમિશનર તથા કાર્યપાલક ઈજનેરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં હાલના સમયગાળા દરમ્યાન વિવિધ વિસ્તારોમાં વર્ષો જુના દબાણો હટાવવાની ઝુંબેશો ધનિષ્ઠ રીતે ચાલી રહી છે. સેન્ટ્રલ ઝોનમાં વસ્તીની ગીચતા તેમજ સાંકડા રસ્તાઅો ઉપર વર્ષોથી ફેરીયાઅો તથા વેપારીઅો દ્વારા વિવિધ પ્રકારનાં દબાણો કરવામાં આવતા રહે છે. જેને કારણે અત્રેથી સતત આ પ્રકારનાં દબાણો હટાવવામાં પણ આવે છે. આ દબાણોને કારણે રાહદારીઅો તથા આસપાસ વસવાટ કર્તાઓને ઘણી અગવડતા પડે છે. ગતરોજ ચૌટાબજાર વિસ્તારમાં રસ્તાને નડતરરૂપ ૦૫ ટ્રક અન્ય પરચુરણ માલ સામાન ભરી ધનિષ્ઠ ઝુંબેશ આદરી તમામ દબાણો દૂર કરી રસ્તો રાહદારીઓ માટે ખુલ્લો કરવામાં આવેલ છે. વધુમાં ટ્રાફિક પોલીસ તથા પોલીસ સ્ટાફ સાથે આગામી દિવસોમાં પણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


