કામરેજ દાદા ભગવાન મંદિર રોડ પર ઝેરખાઈને આપઘાત

0
25

‘જિંદગીથી કંટાળી આત્મહત્યા કરું છું’ તેવી અંગત ડાયરીમાં નોંધ
સુરત, તા.૨૦
કામરેજ તાલુકાના નનસાડ ગામ ખાતે આપેલા દાદા ભગવાન રોડ પર એક ૪૦ વર્ષના ઈસમે સેલફોન નામની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ કામરેજ પોલીસી મથકે નોંધાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવા ખાતે લુણીધાર ગામના વતની અને હાલમાં કામરેજ સરથાણા રોડ પર આવેલા મેરીગોલ્ડ રેસિડેન્સી ખાતે રહેતા ભરતભાઈ બાબુભાઈ ધાનાણીના મોત ભાઈ વસંત બાબુભાઈ ધાનાણી (૪૦)એ ગતરોજ કામરેજ રોડ પર આવેલા દાદા ભગવાન પાસે શિવાંજલી એપાર્ટમેન્ટમાં સેલફોન નામની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલાં પોતાની અંગત ડાયરીમાં લખ્યું હતું કે, જિંદગીથી કંટાળી જઈ તેઓ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરે છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી સગાવ્હાલાના નિવેદનો નોંધવાના ચક્રોગતિમાન કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY