અકસ્માતમાં એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ઘાયલ
સુરત, તા.૭
અકસ્માતનો પર્યાય બની ચૂકેલી સિટી બસનો વધુ એક એક્સિડન્ટ સામે આવ્યો છે. સગરામપુરામાં સિટી બસે એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી. બસની ટક્કરથી એમ્બ્યુલન્સના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.એક્સિડન્ટથી રસ્તા પર લોકોના ટોળા એકઠા થયાં હતાં. એક્સિડન્ટ બાદ પોલીસ દોડી આવી હતી.
સિટી બસે અસ્ક્માત સર્જાયાની અનેક ઘટના પ્રકાશમાં આવી ચુકી છે ત્યારે વધુ એક વખત આવી જ ઘટના સામે આવી છે સુરતના સગરામપુરામાં આવેલી તલાવડી ખાતે જનસેવા વેલફેર ટ્રસ્ટની એમ્બ્યુલન્સ(જીજે ૨૧ ટી ૯૦૩૧) પસાર થઇ રહી હતી તે સમયે સિટી બસ(જીજે ૦૫ બીએક્સ ૩૧૫૩)એ ટક્કર મારી હતી. આ ઘટનામાં એમ્બ્યુલન્સને નુકશાન થયું હતું અને કાચ પણ તૂટી ગયા હતાં. બીજી તરફ ડ્રાઈવરને ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતાં. ઘટનાને પગલે લોકોના ટોળાથી આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.મામલો વણસે તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


