પત્નીને કોલગર્લ દર્શાવી બીભત્સ ફોટા પતિને મોકલતા ફરિયાદ નોંધાઈ

0
35

સુરત,તા.૧૦
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય પરિણીતા હાઉસ વાઇફ છે. સપ્ટેમ્બર મહિનામાં પરિણીતાના પતિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અજાણ્યાએ પોસ્ટ લખી હતી. તેમાં લખ્યું હતું કે તારી પત્નીના બિભત્સ ફોટો મારી પાસે છે તારે જોવા છે.
જોકે આ યુવક દ્વારા ત્યાર બાદ પરિણીતાને પણ મેસેજ કરીને તને શરમ આવવી જોઈએ કહીને બિભત્સ ફોટા કોઈને મોકલતા તેમ કહીને આ ફોટા તારા પતિને મોકલીશ કરીને ધમકી આપવામાં આવતી હતી. ઉપરાંત અન્ય એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પરિણીતાના દિયરને પણ મેસેજ કરી પરિણીતાના ચારિત્ર્ય બાબતે ખોટા મેસેજો મોકલ્યા હતા.
ત્યારબાદ અન્ય એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો. તારા ફોટો તારા પતિને મોકલીશ. તેવા મેસેજ મોકલ્યા હતા. જોકે આ પરિણીતાના એક મિત્ર દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે તમારી પત્નીના ફોટા નેટ પર જોવા મળ્યા છે. તેમાં લખ્યું હતું કે અર્જન્ટ કોલ કરો અને પરણીતાને કોલગર્લ દર્શાવવામાં આવી હતી. જોકે આ મામલે તાતકાલિક ફરિયાદ કરો તેવું મિત્ર દ્વારા જાણકારી બાદ આ યુવાને પરિણીતાના પતિને પણ આ ફોટા મોકલી આપ્યા હતા. જોકે ફોટા જોતા પરિણીતાએ પોતાના પતિને કહ્યું હતું કે આ લગ્ન પહેલાના ફોટા છે.
પરિણીતાએ તેના પતિને આપ્યા હતા. જોકે આ ફોટા ક્યાંથી બહાર ગયા તે મામલે વિચારમાં પડી ગયા હતા જોકે આ યુવાન આવા ફોટા મોકલીને પરિણીતાના લગ્નજીવનમાં ભંગાણ પડાવવાની કોશિશ કરી રહેલા યુવાન વિરુદ્ધ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY