નવસારીમાં ૨૧’મી સદીનું રેકોર્ડબ્રેક ૪ ડીગ્રી લઘુતમ તાપમાન

0
20

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શીત લહેર ફરી વળતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા ઃ વલસાડમાં ૧૦.૫ અને સુરતમાં ૧૨.૬ ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયું
સુરત, તા.૧૭
જમ્મુ-કાશ્મીર અને પહાડી પ્રદેશોમાં હિમવર્ષાના લીધે તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દક્ષિણ ગુજરાત છેલ્લા બે દિવસથી ઠુંઠવાઈ રહ્નાં છે. નવસારીમાં ૨૧મી સદીનું સૌથી નીચું રેકોર્ડબ્રેક તાપમાન આજે ૪ ડીગ્રી નોîધાયું છે. છેલ્લા પચ્ચીસ વર્ષનો રેકોર્ડ જાતા નવસારીમાં કડકડતી ઠંડીનો અનુભવ ગતરાત્રે થયો હતો.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા બે ત્રણ દિવસથી ઉત્તરીય શીત લહેરની અસરથી દિવસ દરમ્યાન પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે. આજે સવારે નોîધાયેલ વિગત અનુસાર અધિકતમ તાપમાન ૨૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૨.૬ ડીગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭.૮ મિલીબાર નોîધાયું છે. ગતરોજ સુરતમાં ન્યુનતમ તાપમાન ૧૨.૭ ડીગ્રી નોîધાયું હતું. ગતરોજની સરખામણીએ આજે તાપમાન યથાવત રહ્નાં છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૦.૫ ડીગ્રી નોîધાયું છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનતમ તાપમાન ૪ ડીગ્રી નોîધાયું હતું. જે ગતરોજ ૫.૩ ડીગ્રી નોધાયું હતું. ગતરોજની સરખામમીમાં આજે ૧.૩ ડીગ્રી પારો નીચો નોîધાયો હતો. નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. રાત્રે અને મળસ્કે જ નહીં પરંતુ દિવસ દરમ્યાન પણ નવસારીવાસીઓને ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોની મદદ લેવાની ફરજ પડી રહી છે. વધુમાં મળતી માહિતી મુજબ ગતરાત્રિ દરમ્યાન આ સિઝનની સાથે છેલ્લા ૨૫ વર્ષની સૌથી વધુ ઠંડી રાત નોîધાઈ છે. ૧૬-૧-૧૯૯૭ના રોજ નવસારીમાં ૫ ડીગ્રી ન્યુનતમ તાપમાન નોધાયું હતું. ૨૭-૧૨-૨૦૧૮ના રોજ નવસારીમાં ન્યુનતમ તાપમાનનો પારો ૪.૫ ડીગ્રી નોîધાયો હતો. ગતરોજ ૧૬-૧-૨૦૨૦ના રોજ ૫.૩ ડીગ્રી અને આજે ૧૭-૧-૨૦૨૦ના રોજ ન્યુનતમ તાપમાન છેલ્લા ૨૫ વર્ષનો રેકોર્ડ તોડીને ૪ ડીગ્રી નોîધાયો છે. ૨૧મી સદીના ૨૦ વર્ષ દરમ્યાન આજે સૌથી વધુ ઠંડી નવસારીવાસીઅોએ અનુભવી છે.
હવામાન વિભાગના સૂત્રો વધુમાં જણાવ્યું છે કે આગામી ત્રણ-ચાર દિવસ સુધી રાજ્યમાં શિત લહેરની અસર યથાવત રહેશે. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલીયામાં ૩.૪ ડીગ્રી અને ત્યારબાદ નવસારીમાં ૪ ડીગ્રી સાથે બીજુ સૌથી ઠંડી શહેર નોîધાયું છે.
નવસારી છેલ્લા બે દિવસથી નલીયા બની ગયુ હોય તેવો અનુભવ થઈ રહ્ના છે. નવસારીવાસીઓ કડકડતી ઠંડીથી બચવા માટે ફરજીયાત ગરમ વસ્ત્રો પહેરવાની સાથે તાપણુ કરવાની ફરજ પડી રહી છે. રાજ્યનું હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ગતરાત્રિ દરમ્યાન ૧૨ શહેરોનું તાપમાન સિંગલ ડિજીટમાં એટલે ન્યુનતમ તાપમાન ૧૦ ડીગ્રી કરતા ઓછુ નોધાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY