સેન્ટ્રલ ઝોન દ્વારા લુહારપોળમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

0
13

અન્ય મિલ્કતમાં ગેરકાયદે બનતી દુકાનનું શટર જપ્ત
સુરત, તા.૩૦
સેન્ટ્રલ ઝોનના ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૨, નોંધ નં.૧૦૪૫, લુહારપોળ વાળી મિલ્કતમાં મિલ્કતદાર ભરતકુમાર કાંતિલાલ ભુતવાલા અને અન્યો દ્વારા સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૨૯-૧-૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી સ્ટાફની મદદથી ડિમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાંચમાં માળનો આશરે ૯૦૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ તથા ૩૦૦ ચો.ફુટ ચણતરની દિવાલ દુર કરવામાં આવેલ છે. જે અન્વયે મિલ્કતદાર પાસેથી કુલ રૂ.૫૦ હજાર ડિમોલીશન ચાર્જ પેટે વસૂલ લેવામાં આવેલ છે. ઉપરાંત સેન્ટ્રલ ઝોનના વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૨, નોંધ નં.૧૦૨૬ તથા નોંધ નં.૧૧૬૨, લુહારપોળ વાળી મિલકતોમાંથી ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન બનાવવાના હેતુથી લગાવેલ શટર દુર કરી ડીમોલીશન પેટે મિલ્કતદારો પાસેથી કુલ રૂ.૧૦ હજાર વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY