સુરત, તા.૧૨
દિવાળીની રજની સીધી અસર શહેરના પાણી પુરવઠા પર પડી છે. શહેર લગભગ ખાલીખમ થઈ જતાં પાણી પુરવઠામાં આશરે ૧૫૪ એમ.એલ.ડી ઘટાડો થયો છે. દિવાળી પૂર્વે ૧૨૭૧ એમ.એલ.ડી. પાણી આપવામાં આવતું હતું. જ્યારે હાલ ૧૧૧૬ એમ.એલ.ડી. પાણી સપ્લાય કરવામાં આવી રહ્નાં છે. આગામી દિવસોમાં પાણીના સપ્લાયમાં હજુ ઘટાડો જાવા મળશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને રોજનું ૧૨૫૦ એમ.એલ.ડી. પાણી સપલાય કરવામાં આવે છે. તહેવારો દરમિયાન પાણીનો વપરાશ વધવાને કારણે પાણીની માંગમાં પણ વધારો થયા છે. પરિણામે મનપાએ રોજિંદા સપ્લાય કરતા વધુ પાણી પુરવઠો પુરો પાડવો પડે છે. દિવાળી પૂર્વે લોકો પોતાના ઘર, અોફિસ, દુકાનની સાફ સફાઈ કરતા હોય છે. પરિણામે પાણીનો વપરાશ પણ વધુ થતો હોવાને કારણે લોકોની માંગણીને સંતોષવા માટે મનપા દ્વારા દિવાળી પૂર્વે એવરેજ કરતા વધુ ૧૨૭૨ એમ.એલ.ડી. પાણી સપ્લાય કરવામાં આવતું હતું. જાકે દિવાળીના બે દિવસ પહેલાથી પાણીના વપરાશમાં ઘટાડો જાવા મળ્યો હતો. પરિણામે મનપાએ સપ્લાય પણ ઘટાડીને ૧૨૪૬ એમ.એલ.ડી. કરી દીધો હતો. જાકે ત્યારબાદ પાણીના સપ્લાયમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા ચાર દિવસના આંકડા પર નજર કરવામાં આવે તો દિવાળીના દિવસે ૧૨૫૬, નવા વર્ષના દિવસે ૧૨૪૬, ભાઈબીજના દિવસે ૧૧૯૦ અને ત્રીજના દિવસે ૧૧૧૬ એમ.એલ.ડી. પાણી સપ્લાય કરવામાં આવ્યું હતું.
પ્રતિદિન મનપા શહેરીજનોને ૧૨૫૦ એમ.એલ.ડી. પાણી સપ્લાય કરે છે. મોટા ભાગના શહેરીજનો ફરવા માટે બહાર ચાલ્યા ગયા હોય ૧૫૦ એમ.એલ.ડી. પાણીના વપરાશમાં ઘટાડો થયો છે. વરાછા, કતારગામ, અમરોલી સહિતના વિસ્તારમાં રહેતાં સૌરાષ્ટ્રવાસીઓ પોતાના વતન ગયા હોય આ વિસ્તારમાં સૌથી વધુ પાણીના વપરાશનો ઘટાડો નોંધાયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




