અંકલેશ્વર, તા.૧૨
હિન્દુ મુસ્લિમ એક સંપીના ખાસ ચાહક, ઘેર-ઘેર ગાયો પાળવાનો બોધ સમાજને આપનાર મોટામીયા માંગરોળની ગાદીવાળા હઝરત હાજીપીર કાયમુદ્દીન ચિશ્તી, ફરીદી (ર.અ.)ના સુપુત્ર અને હાલના ગાદીપતિ (મોટામીયા માંગરોળ, પાદરા-એકલબારા) કદીરબાવા પીરઝાદા આવતીકાલે લાભ પાંચમના દિવસે વર્ષોની પરંપરા મુજબ અંકલેશ્વરના કાપોદ્રા ગામે યોજાનારા ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્ના હતા. ગાદીપતી કદીરબાવા પીરઝાદાની સાથે તેમના નાના ભાઇ અને ઝઘડીયા ગાદીના ગાદીપતિ સજ્જાદનશીન હઝરત રફીક બાવા પીરઝાદા સાહેબ પણ અંકલેશ્વરના કાપોદરા ગામે પધરામણી થઈ હતી. આ પ્રસંગ નિમિત્તે આદિવાસી અને ભગત સમુદાયના મોટાભાગના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. લાભ પાંચમના દિવસે અંકલેશ્વરના કાપોદ્રા ગામે મેળો ભરાય છે. આ અવસરે કદીરબાવા પીરઝાદા તેમના અનુયાયીઅોને ઘેર-ઘેર ગાયો પાળો અને વ્યસન મુક્તિનો સંદેશો આપશે. આયોજકોએ આ પ્રસંગે ભાવિ ભક્તોને નીરવ્યસની બની હાજર રહેવા વિનંતી કરી છે. ફુલ અને હાર-દોરા પણ કાપોદ્રામાં મળશે તેવી જાણ કરાઇ છે. આ પ્રસંગે ચિશ્તીયા ખાનદાન, ભજન મંડળના આગેવાનો હાજર રહ્ના હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





