સુરત, તા.૫
ખટોદરા ખ્વાજાનગર મસ્જિદની આગળ જાહેરમાં ટેક્ષ્ટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા એક નોકરીયાત યુવક સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી કોઈ તિક્ષ્ણ હથિયાર વડે માથામાં મારી લોહી લુહાણ કરી ત્રણેક ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ખટોદરા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫ તથા ૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખટોદરા ખ્વાજાનગર મસ્જિદની જાહેરમાં ગતરોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સુમારે ટેક્ષ્ટાઈલમ ાર્કેટમાં નોકરી કરતા રહીશખાન નજીરખાન પઠામ સાથે વાજીદ ઉર્ફે ચીયા તથા તેના ત્રણેક મિત્રોએ જુની અદાવતમાં કોઈ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમણે ખટોદરા પોલીસ મથકમાં વાજીદ તથા તેના મિત્રો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




