સુરત મનપાને એલઈઈડી પરફોર્મન્સ ચેન્જ અંગે વિશ્વ કક્ષાનો એવોર્ડ એનાયત

0
7

 

સુરત, તા.૧૭
એલઈઈડી(લીડરશીપ ઈન એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ ડીઝાઈન) એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ગ્રીન બિલ્ડીંગ રેટિંગ સીસ્ટમ છે. આ એલઈઈડી સર્ટિફીકેશન એ વિશ્વસનીયતા સિધ્ધિઅોની વિશ્વવ્યાપી માન્યતા પ્રતિક ધરાવે છે. એલઈઈડી પરફોર્મન્સ ચેલેન્જ અંતર્ગત ભારતમાં ૧૦૦ સ્માર્ટ સિટીઝને ભાગ લેવા માટે અનુરોધ કરાયો હતો. જેમાં ૧૫ શહેરોએ ભાગ લીધો હતો. જે માટે જરૂરી ડેટા અને માહિતી સબમીટ કર્યા હતા. જેમાં સુરત શહેર ૧૦૦ માર્કસમાંથી ૮૭ માર્કસ મેળવી વિજેતા તરીકે ઉભરી આવ્યું હતું. જેથી યુ.એસ.જી.બી. સી(યુ.એસ ગ્રી બિલ્ડીંગ કાઉન્સીલ) એ સુરત મનપાને ‘‘એલઈઈડી ફોર સિટીઝ’’ અંતર્ગત સમગ્ર એશિયામાં પણ દેશના પ્રથમ શહેર તરીકે પસંદ કર્યુ છે. લીડ પ્લેટીનમ સર્ટિફીકેટથી નવાજ્યું છે. ૧૬ નવેમ્બર શુક્રવારે મુંબઈમાં બોમ્બે એક્ઝીબીશન સેન્ટરમાં સાંજે ૪ થી ૫ વાગ્યા દરમિયાન સુરત શહેરના મેયર ડો. જગદીશ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેનાથી શહેરનું ગૌરવ આંતરરાષ્ટ્રીય ફલક પર વધ્યું હતું. ગ્રીન બિઝનેસ સર્ટિફીકેશન ઈન્ડ. અને યુ.એસ.જી.બી.સી એ અોગસ્ટ ૨૦૧૬ માં પાઈલોટ પ્રોગ્રામ તરીકે ભારતના શહેરો માટે એલઈઈડી પરફોર્મન્સ ચેલેન્જની શરૂઆત કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY