વાતાવરણ બદલાતા ઠંડીની અસર નોંધપાત્ર રીતે ઘટી
સુરત, તા. ૨૨
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના લીધે સૌરાષ્ટ્ર પંથકમાં ગત રોજ માવઠું સર્જાતા દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે દક્ષિણ દિશાથી ઠંડો પવન ફૂંકાવાની સાથેડ શહેરીજનોને ફરી એક વખત ઠંડીનો સામનો કરવાની ફરજ પડી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૨૮.૬ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૮.૬ ડિગ્રી નોંધાયુ઼ છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને હવાનું દબાણ ૧૦૧૫ મીલીબાર નોંધાયું છે. શહેરમાં દક્ષિણ પૂર્વ દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહો છે. નવસારીમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું છે. વલસાડમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૫.૧ ડિગ્રી નોંધાયું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતના તાપમાનમાં કોઈ વિશેષ ફેરફાર નથી છતા ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સૌરાષ્ટ્રમાં માવઠાના પગલે દક્ષિણ ગુજરાત ઠુઠવાઈ રહ્નાં છે. આગામી બે-ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થાય તેવી પૂરી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



