રાયપુર,તા.૧૭
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે છત્તીસગઠના સરગુઝા ક્ષેત્રના કોરિયા જિલ્લામાં એક સભાને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જે કહે છે તે કરી બતાવે છે, ક્યારે ખોટા વાયદા નથી કરતી. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે મારા ભાષણોને જાઈ શકો છો કે તેમા ખોટું બોલ્યો હોવ અને રાહુલ ગાંધીએ કોઈ વાયદો કર્યો હોયને પૂરોના કર્યો હોય.
PM મોદીને આડે હાથે લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે PM મોદી કહ્યું હતું કે કાળુ નાણુ સામે લડાઈ લડશે. જેમણે પોતાના ઓશિકા નીચે થી, ઘરમાં પૈસા બચાવીને રાખ્યા હતા તે બધા ચોર હતા અને PM મોદીએ તે બધા ચોરોની સામે કાર્યવાહી કરી.
કોગ્રેસ અધ્યક્ષે કહ્યું કે હું તમને જણાવું છું કે તમે ચોરી નથી કરી. ચોરી તે વ્યકિતએ કરી છે જે તમને ચોરી કહી રહ્યો છે. તેનું નામ PM મોદી છે.
કોંગ્રેસની પ્રશંસા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ક્્યારે ખોટો વાયદો નથી કર્યો. અમે જે કહ્યું તે કર્યું. અમે મનરેગા આપી, ભોજનનો અધિકાર આપ્યો અને સૂચનાનો અધિકાર આપ્યો, તેમણે કહ્યું કે કોંગ્રેસની UPA સરકારે કિસાનોનો ૭૦ હજાર કરોડ રૂપિયનું દેવુ માફ કર્યું હતુ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનતાના ૧૦ દિવસમાં ખેડુતોનું દેવુ માફ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ૨૦ નવેમ્બરે થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




