નવસારી, તા.૧૭
નવસારી જિલ્લામાં સ્ટેચ્યુ અોફ યુનિટી એકતા રથયાત્રાના બીજા તબકકાનો પ્રારંભ થયો છે. જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ બીજા તબકકાનું સુચારુ આયોજન ઘડી કાઢી એકતાયાત્રાનું ગામેગામ ભવ્ય સ્વાગત કરી આવકાર મળી રહયો છે.
ચીખલી તાલુકાના એકતા રથયાત્રા બીજા દિવસે નોગામા, ટાંકલ, વાંઝણા, ફડવેલ, અંબાચ, કાકડવેલ, સારવણી, સ્યાદા, કણભઇ, રૂમલા અને આમધરા ગામે ગ્રામજનો ઘ્વારા અભૂતપૂર્વ માન-સન્માન અને ઉષ્માભર્યો આવકાર મળ્યો છે. એકતા રથમાં સ્થાપિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, ચીખલીના અગ્રણી ડો.અશ્વિનભાઇ પટેલ, સરપંચશ્રીઅો, ગ્રામ અગ્રણીશ્રીઅો, પુષ્પમાળા અર્પણ કરી ભાવાંજલિ અર્પી હતી. ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ અોફ યુનિટિના નિર્માણ ઘ્વારા માન.વડાપ્રધાનશ્રીએ સેવેલું સ્વપ્ન સાકાર થયું છે. સ્ટેચ્યુ અોફ યુનિટી સ્મારક આસપાસના વિસ્તારના વિકાસ થશે સ્થાનિકોને રોજગારી મળશે. દેશને એકતા અને અખંડિતતાના મહાન શિલ્પી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના એકતાયાત્રા ઘ્વારા એકતા સંદેશને ગામેગામ ફેલાવવા યાત્રા યોજાઇ છે. જેને પ્રજા તરફથી અભૂતપૂર્વ આવકાર મળી રહયો છે. સરદાર સાહેબની પ્રતિમાને લોકો કુમકુમ તિલક, આરતી, પુષ્પોથી ભાવપૂર્વક સ્વાગત કરી સન્માન કરી અંજલી પાઠવી રહયાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




