સુરત,તા.૨
સુરત શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ગત તારીખ ૨૦ જાન્યુઆરીથી એક મહિના સુધી ઓન સ્ટ્રીટ પાકિંગ માટે લોકોમાં જાગૃતિ આવે એ માટે તમામ ઝોનના ૨૧ રસ્તાઓ પર સફેદ પટ્ટાઓ પાડી ઓન સ્ટ્રીટ પા‹કગ પોલીસી ચાલુ કરાઈ હતી. પરંતુ અઠવા ઝોન વિસ્તારમાં અઠવાગેટથી પાર્લે પોઈન્ટ, કારગીલ ચોક અને રાહુલરાજ મોલથી વાય જંક્શનના ઓન સ્ટ્રીટ પાકિંગમાં એક મહિના પહેલાથી જ ચાર્જિસના ઉઘરાણા ચાલુ થઈ જતા લોકો રોષે ભરાયા છે.
રિપોર્ટ મજબ એક પ્રાઈવેટ એજન્સીને ત્રણ મહિનાનો કોન્ટ્રાક્ટ પણ ફાળવી દેવાયો છે. આ એજન્સી છેલ્લા એક મહિનાથી અઠવાગેટ, પાર્લેપોઈન્ટ, રાહુલરાજ મોલથી વાય જંક્શન એમ ત્રણ જગ્યાઓ પર ઓન સ્ટ્રીટ પા‹કગ એક મહિના સુધી ફ્રી હોવા છતા પણ પાકિંગ ચાર્જ વસૂલ કરે છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દિવસ દરમિયાન નો પા‹કગમાં મૂકેલી ગાડી તો ઉંચકાય જ છે પરંતુ રાત્રીના સમયે પણ પોલીસ પા‹કગ મૂકેલી ગાડી ઉંચકી જાય છે. આ જ રીતે ગત બુધવારે રાત્રીના સમયે અઠવાલાઈન્સ વિસ્તારમાં પા‹કગમાંથી ગાડી ઉચકાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


