સીબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે ઋષિકુમાર શુક્લાની નિમણૂક

0
4

સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી સમિતિએ બીજા જ દિવસે મહત્વનો નિર્ણય લીધો
ન્યુ દિલ્હી,તા.૨
સેન્ટ્રલ બ્યૂરો ઇન્વેસ્ટીગેશન સીબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે એમપી કેડરના ઋષિકુમાર શુક્લના નામની જાહેરાત કરવામાં આવી છે. ઋષિકુમારની નિમણૃક શનિવારે બપોરે થઈ હતી. શુક્રવારે મળેલી બેઠકમાં સિલેક્શન કમિટીએ પાંચ નામ નક્કી કર્યા હતા જે સીબીઆઈના નવા ડાયરેક્ટરના પદ માટે દાવેદાર હોવાની ચર્ચા હતી. સિલેક્શન કમિટીમાં વડા પ્રધાન મોદી, નેતા વિરોધ પક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને દેશના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થતો હતો. આ કમિટીએ સીબીઆઈના નવા ડાયરેક્ટરની નિયુક્તી કરી હતી.
દાવેદાર અધિકારીઓમાં ૧૯૮૫ બેચના મધ્ય પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી અને મધ્ય પ્રદેશના ડીજીપી આર કે શુક્લા ફ્રન્ટ રનર માનવામાં આવતા હતા. તેમના ઉપરાંત સીઆરપીએફના ડીજી રાજીવ રાય ભટનાગર, યુપીના પૂર્વ ડીજીપી અને એનસીએફએસના ડીજી જાવેહ અહેમદ અને બીપીઆર વિભાગના ડીજીપી એપી મહેશ્વરી, અને સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર અરવિંદ કુમારના નામ પર પણ શુક્રવારે ચર્ચા થઈ હતી, જેમાંથી ઋષિકુમાર શુક્લાની સીબીઆઈના ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે.
આલોક વર્માને હટાવ્યા બાદ સીબીઆઈનું પ્રમુખ પદ ૧૦મી જાન્યુઆરીથી ખાલી હતુ. ભ્રષ્ટાચારનાં આરોપો પર ગુજરાત કેડરનાં આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચેની ખેંચતાણ થઈ હતી. વર્મા અને અસ્થાના બન્નેએ એકબીજા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.વર્માને પદ પરથી હટાવ્યા બાદ એમ.નાગેશ્વર રાવ ઈન્ટિરમ સીબીઆઈનાં પ્રમુખ તરીકે કાર્યરત છે. શુક્રવારે વડાપ્રધાનના નિવાસ્થાને યોજાયેલી બેઠક એક કલાકથી પણ વધુ ચાલી હતી. અગાઉ ૨૪મી જાન્યુઆરીએ પણ બેઠક યોજાઈ હતી. પરંતુ સીબીઆઈ પ્રમુખ પર કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY