મેગા ઉત્સવ-૨૦૧૯ના આયોજન માટે બેઠક મળી
સુરત, તા.૫
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સુરત શહેરમાં આગામી તા.૨૩/૦૨/૨૦૧૯, શનિવારના રોજ એસ.એમ.સી.પાર્ટી પ્લોટ, અઠવા લાઈન્સ ખાતે સાંજે ૪.૦૦ કલાકે ‘આદિવાસી સાંસ્કૃતિક મેગા મહોત્સવ-૨૦૧૯’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની તૈયારીના ભાગરૂપે નવસર્જન ટ્રસ્ટ ખાતે સમાજના તમામ સંગઠન મંડળો સાથે અધ્યક્ષશ્રી જી.આર.કોકણી તથા શ્રી આર.જે. પટેલ (ૈંછજી) ના માર્ગદર્શન હેઠળ મિટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં ‘ઉત્થાન પ્રોજેકટ’, પરંપરાગત આદિવાસી ખાના-ખજાના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના ભવ્યાતિભવ્ય આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



