મહારાણા પ્રતાપ શાળા કેન્દ્ર નં.૧૭ની ટીમ વિજેતા
સુરત, તા.૫
ન.પ્રા.શિ.સ.સુરત આયોજિત બાળ રમતોત્સવ-૨૦૧૯ અંતર્ગત આજે ઝોન કક્ષાએ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. વરાછા ઝોનની સ્પર્ધા પાવર હાઉસ-ઉતરાણ ખાતે યોજાઈ હતી. જેમાં નાનાવરાછા, મોટાવરાછા, સીમાડા, પૂણા, અમરોલી વગેરે વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પૈકી પસંદગી પામેલ બાળ રમતવીરોએ ભાગ લીધો. દરેક ટીમના ખેલાડીઓ ખૂબ ખેલદીલીપૂર્વક રમ્યા હતા.બધી જ મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી. ફાઈનલ મેચમાં કેંદ્ર-૧૭ અને કેંદ્ર-૩૭ વચ્ચે યોજાઈ હતી, જેમાં મહારાણા પ્રતાપ શાળા કેન્દ્ર નં. ૧૭ની ટીમ વિજેતા બની હતી. આ ટીમમાં શા.ક્ર.૨૭૨, ૨૫૨, ૯૯ અને ૩૦૩ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ઝોન કક્ષાએ વિજેતા થવા બદલ તમામ બાળ રમતવીરોને અને કોચ શ્રી રાજેશભાઈ ધામેલિયાને કેન્દ્રાચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




