માંડવીમાં રસ્તાના મુદ્દે સરપંચ પર હુમલો

0
12

સુરત, તા.૧૫
માંડવી તાલુકાના તરસાડી ખુર્દ ગામે ખેતરમાં રસ્તો બનાવવા મામલે સરપંચને લાકડાના ફટકામારી નાખવાની ધમકી અપાઈ હતી.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના તરસાડી ખુર્દ ગામે નાદિયા તળાવની બાજુમાં ખેતરોમાં જવા માટે રસ્તો બને છે. જે રસ્તા બાબતે આરોપી વિરુજી રણછોડભાઈ વસાવાએ સરપંચ તારૂ કામ છે તેમ કહી સરપંચ નીતિનભાઈ દિલીપભાઈ ચૌધરી પાસે જઈ જમણા હાથમાં લાકડાનો સપાટો માર્યો હતો અને તળાવમાં ધક્કો મારી માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલા બાદ સરપંચ નીતિનભાઈ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY