સુરત, તા.૧૫
ચૌટાબજાર ખાતે આવેલી એક દરજીની દુકાનમાંથી એક બુરખાધારી મહિલાએ મહિલાની નજર ચૂકવી રોકડા રૂ.૧,૫૪૦૦૦ તથા ૧૨ હજારની સોનાની ચેન મળી કુલ ૧.૬૬ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ અઠવા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાગળ કોટસફીલ રોડ પર નનયનાબેન સનતકુમાર શાહ રહે છે. તેઅો ગતરોજ ચૌટાબજાર સાંઈનાથ માર્કેટના ભોયરામાં આવેલી એક દરજીની દુકાનમાં ગયા હતા. આ દરમ્યાન દરજી તથા ગૃહિણીની નજર ચૂકવી તેમના પર્સમાં મુકેલા રોકડા રૂપિયા ૧.૫૪ લાખ તથા છ ગ્રામ સોનાની ચેન કિંમત રૂ.૧૨ હજાર મળી કુલ ૧.૬૬ લાખની મતાની ચોરી કરી બુરખાધારી મહિલા ફરાર થઈ ગઈ હતી. ગૃહિણીએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ એકત કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





