દેશના 6 શહેરો માટે નવી ફ્લાઇટ શરૂ થશે
સુરત | ઈન્ડિગો દ્વારા ઓગસ્ટના બીજા અઠવાડિયાથી સુરતથી એક સાથે 6 શહેરો માટે ડેઇલી ફ્લાઇટ ઉડાડવાની તૈયારી કરવામાં આવી હોવાની વાત સૂત્રો જણાવી રહ્યા છે. સુરતથી ઇન્ડિગોની ફલાઇટ બુક કરી મસ્ક્ત ,દોહા અને સિંગાપોર સીધા જઈ શકાશે.
સુરતથી જ ઇમિગ્રેશન પણ ક્લીયર થશે લગેજ ફ્લાઇટ ટુ ફ્લાઇટ ઓટો ટ્રાન્સફર
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિગો દ્વારા સુરતથી એક સાથે 6 શહેરો માટે ડેઇલી ફ્લાઇટ ઉડાડવાની તૈયારી ઓગસ્ટના બીજા અઠવાડિયાથી કરવામાં આવી છે. આ ફ્લાઇટ શરુ થઇ જતા દક્ષિણ ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતા મુસાફરોને સીધો ફાયદો મળશે. સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશન સુવિધા કાર્યરત થઇ ગયા બાદ દક્ષિણ ગુજરાતથી વિદેશ જવા માંગતા લોકો હવે સુરતથી જ વાયા મુંબઈ અને વાયા દિલ્હી અનેક દેશોમાં જઇ શકશે. મુંબઈ કે દિલ્હી ઉતર્યા બાદ વિદેશની ફલાઇટ પકડવા માટે ઇમિગ્રેશન ની ઝંઝટમાં નહિ પડવું પડશે અને લગેજ પણ આંતરરાષ્ટ્રીય ફલાઇટમાં ઓટો ટ્રાન્સફર થઇ જશે.
ઈન્ડિગો દ્વારા સિંગલ પીએનઆરની સુવિધા શરુ થતા સુરતથી જ મસ્કત,દોહા અને સિંગાપોર સહિતના સ્થળે જવા સુરતથી જ ટિકિટ બુક થઇ શકશે . ઈન્ડિગો દ્વારા સુરતથી દિલ્હી,મુંબઈ,જયપુર,હૈદરાબાદ,બેંગ્લુરુ,કોલકાતા અને ગોવા માટે ફલાઇટ શરુ કરવાની જાહેરાત કરવામાં આવતા હવે દક્ષિણ ગુજરાતના મુસાફરોને અન્ય શહેરો સુધી પહોંચવા માટેના વિકલ્પો વધ્યા છે. અત્યાર સુધી મુંબઈ માટે એલાઇન્સ એર અને સ્પાઇસ જેટની ફ્લાઇટ ઉપલબ્ધ હતી. એવી જ રીતે સુરતથી દિલ્હી માટે પણ એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટની જ ફ્લાઇટ ઉપલબ્ધ હતી. હવે ઈન્ડિગો દ્વારા પણ આ બંને શહેરો માટે ફ્લાઇટ શરુ કરવામાં આવતા વિદેશ જતા પ્રવાસીઓને આનો સીધો લાભ મળશે.
માત્ર ટર્મિનલ જ બદલવાનું રહેશે
વિદેશના અનેક શહેરો માટે મુસાફરો સુરતથી જ ટિકિટ ખરીદી પ્રવાસ કરી શકશે. સુરતથી વાયા દિલ્હી દુબઇ,દોહાથી વાયા દિલ્હી સુરત,સિંગાપોરથી વાયા બેંગ્લુરુ સુરત,સુરતથી વાયા મુંબઈ મસ્કત અને મસ્કતથી વાયા મુંબઈ સુરત મુસાફરી કરી શકાશે. ઈન્ડિગોની ફલાઇટ મારફતે મુસાફરે માત્ર ફલાઇટ બદલવી પડશે. લગેજ ઓટો ટ્રાન્સફર થઇ જશે અને માત્ર ટર્મિનલ બદલવાનું રહેશે.
ઓગસ્ટમાં શરૂ થઇ શકે
ઓગષ્ટના બીજા અઠવાડિયાથી ફ્લાઇટ શરૂ થઇ શકે છે. ટુંક સમયમાં બુકિંગ પણ શરૂ કરાશે. તમામ એરપોર્ટ તરફથી સ્લોટ મળી ગયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


