સુરત,તા.૧૦
સુરતનાં પાંડેસરા વિસ્તારમાં પોલીસે પિસ્તોલ સાથે એક યુવાનની ધરપકડ કરી છે. આ યુવાન એક ચાઇનીઝ લારી પર કામ કરતો હતો. તેનો માલિકે યુવાનને એક મહિનાનો પગાર આપ્યો ન હતો. આ સાથે તેને માર પણ માર્યો હતો. જેથી યુવાને તેના આત્મરક્ષણ અને પગાર લેવા માટે પોતાની પાસે પિસ્તોલ રાખી હતી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેદવાડ ખાતે પે એન્ડ યુઝ ટોયલેટ પાસેથી વિજયરાજ ઉપાધ્યાયને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી ૧૫ હજાર રૂપિયાની હાથ બનાવટની ટ્રીગરવાળી પિસ્તોલ કબ્જે કરી હતી. પોલીસની પૂછપરછમાં વિજયરાજે કબલ્યૂ કે, ‘આ પિસ્તોલ તેણે યુપીનાં પરિચિત રઘુ ઠાકોર પાસેથી ખરીદી હતી.’ જેના કારણે પોલીસે રઘુ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




