રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ધનિયારા ગામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધનિયારા ગામમાં રહેતા સજન બાબુભાઇ ભીલ (ઉં.વ.આ.૨૦) એ તારીખ 6 મેં ના રોજ ગરૂડેશ્વર બ્રીજ પાસે કોઇ અગમ્ય કારણોસર કોઇ ઝેરી દવા પી જતા તેને પ્રથમ ગરૂડેશ્વર સરકારી દવાખાનામાં દાખલ કરેલ બાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલ ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં મોકલતા તેને વડોદરા એસ.એસ.જી હોસ્પીટલના ડો.એ આસરે કલાક સાતેક વાગ્યે મૃત જાહેર કરતા તેના પિતા પીએમ માટે તેનો મૃતદેહ ગરૂડેશ્વર સરકારી દવાખાને લઇ આવ્યા હતા ગરૂડેશ્વર પોલીસે તપાસ હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





