સુરેન્દ્રનગર લોકસભાના અપક્ષ ઉમેદવાર લાલજી મેર ના સમર્થનમાં જાહેર સભા યોજાઈ

0
102

કોળી સમાજના આગેવાન અને સુરેન્દ્રનગર લોકસભાના અપક્ષ ઉમેદવાર લાલજી મેર દ્વારા ભાજપ-કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા

સમગ્ર દેશ માં લોકસભા ની ચુંટણી ને લઈ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો પોતાના પ્રચાર માં વ્યસ્ત છે.જેમ જેમ ગરમી નુ તાપમાન વધતુ જાય છે તેમ ચુંટણી પ્રચાર માં પણ ગરમીનો પારો ઉચો ચડતો જાય છે. સુરેન્દ્રનગર લોકસભા-૯ ની ચુંટણી નો જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે જ્યા ભાજપ-કોગ્રેસ તથા અન્ય પાર્ટીઓ સહીત અનેક અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જ્યારે કોળી સમાજના આગેવાન અને પુર્વ ધારાસભ્ય લાલજી મેર દ્વારા અપક્ષ માં ઉમેદવારી નોંધાવતા સુરેન્દ્રનગર લોકસભા-૯ ઉપર ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે. જેના લીધે આ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામ્યો છે.ધંધુકા વિધાનસભા ના પુર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન લાલજી મેર દ્વારા અપક્ષ ઉમેદવાર તરીકે લડતા લાલજી મેર ના સરળ સ્વભાવ અને લોકોની વચ્ચે વધુ રહેતા હોય જેના કારણે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં લાલજી મેર ને પ્રચંડ જનસમર્થન મળી રહ્યુ છે. ત્યારે લાલજી મેરના સમર્થન માં રાણપુર ખાતે મિલેટ્રી રોડ ઉપર રાણપુર તાલુકા કોળી સમાજના પ્રમુખ કેશાભાઈ પંચાળા ના ફાર્મ હાઉસ માં એક જંગી જાહેરસભા યોજાઈ હતી જેમાં રાણપુર તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માંથી આશરે ત્રણ હજાર કરતા વધુ લોકો હાજર રહ્યા હતા. મોટી સંખ્યા માં હાજર રહેલા લોકોએ અપક્ષ ઉમેદવાર લાલજી મેર ને જીતાડી દેવાનો કોલ આપ્યો હતો.અપક્ષ ઉમેદવાર ને જે રીતે જનસમર્થન મળી રહ્યુ છે ઠેર-ઠેર લોકો લાલજી મેર ને સમર્થન મળી રહ્યુ છે.

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY