કાશ્મીર : ઇદમાં હિંસા,મહિલાની ગોળી મારી હત્યા,ISISના ઝંડા લહેરાયા

0
7

શ્રીનગર,તા.૫
આજે જ્યાં સમગ્ર ભારત ઈદનો તહેવાર મનાવી રહ્યો છે ત્યાં બીજી તરફ ઘાટીમાં નફરતની આગ સળગી રહી છે..જમ્મૂ-કાશ્મીરના પૂલવામામાં આતંકવાદીઓએ ઈદનો તહેવાર પર જ ઘરમાં ઘૂસી ફાયરિંગ કરતાં એક છોકરીનું મોત નિપજ્યું છે. બુધવાર સવારે આતંકવાદીઓએ પુલવામાના નરબલ ગામના ઘરમા ઘૂસી ગયા હતા. અને ઘરમાં હાજર લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જેમાં એક છોકરીનું મોત થયું છે. આતંકવાદીઓના ગોળીબારમાં ગામનો અન્ય એક નાગરીક પણ નિશાન બન્યો છે. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. નગીનાના પતિ મોહમ્મદ યૂસુલ લોનને પણ ૧૯મે, ૨૦૧૭ના રોજ આતંકીઓને મારી દીધો હતો.
બુધવાર સવારે નરબલ ગામના એક ઘરમાં ઈદના તહેવારની તૈયારી ચાલી રહી હતી. તે વચ્ચે આતંકવાદીઓ જબરજસ્તી આ ઘરમાં ઘૂસી ગયા હતા. કોઇ કંઇ સમજી શકે તે પહેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આતંકવાદીઓના ફાયરિંગમાં નગીના બાનો નામની એક છોકરીને પોતાનો શિકાર બનાવ્યો છે. ત્યારે, ગામમાં દહેશત ફેલાવવા માટે આતંકવાદી ફાયરિંગ કરાત સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. આ ગોળીબારમાં ગામના અન્ય એક વ્યકિતને પણ ગોળી વાગી હતી.
આતંકવાદીઓના ફરાર થયા બાદ ગામના લોકોએ નગીના બાનો અને મોહમ્મદ જલાઉદ્દીનને નજીકના હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં નગીના બાનોને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા મોહમ્મદ જલાઉદ્દીન હજુ પણ જીવન અને મોત વચ્ચેની જંગ લડી રહ્યો છે. આતંકવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવેલી આ ઘટનાની જાણકારી મળ્યા બાદ મોટી સંખ્યામાં સુરક્ષા દળ પુલવામાના નરબલ ગામ પહોંચી ગયા હતા. આતંકવાદીની તપાસમાં સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો હજું આ વાત સ્પષ્ટ થઇ નથી કે આતંકવાદીઓએ કયા કારણોસર છોકરીની ગોળી મારી હત્યા કરી છે.
એક બાજુ આખા ભારતમાં ઈદની ખુશી મનાવાઈ રહી છે ત્યારે કાશ્મીરમાં શ્રીનગરમાં આજે ઈદની નમાઝ બાદ સુરક્ષા દળો પર અલગાવવાદી તત્વોએ પથ્થરમારો કર્યો હતો.
શ્રીનગરની જામિયા મસ્જીદ બહાર નમાઝ બાદ ટોળા બહાર આવ્યા હતા અને પથ્થરમારો શરુ કર્યો હતો.કેટલાકના હાથમાં તાજેતરમાં સુરક્ષાદળોના હાથે માર્યા ગયેલા આતંકી ઝાકીર મૂસા અને પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદના સમર્થનમાં પોસ્ટર અને બેનરો પણ જાવા મળ્યા હતા.કેટલાકના હાથમાં ઈસ્લામિક સ્ટેટના બેનરો પણ જાવા મળ્યા હતા.
કાશ્મીર બનશે પાકિસ્તાનના નારા સાથેના પોસ્ટરો પણ કેટલાકે લહરાવ્યા હતા.પથ્થમારામાં કેટલાક સુરક્ષા કર્મીઓ ઘાયલ પણ થયા છે.આ ઘટના બાદ ઈદની ઉજવણી કરવા નિકળેલા લોકોને ઘરોમાં કેદ થવાનો વારોઆવ્યો હતો.સુરક્ષા દળોને અલગાવવાદીઓને વિખેરવા માટે ટિયરગેસના સેલ છોડવાથી માંડીને હવામાં ગોળીબાર પણ કરવો પડ્યો હતો.
કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે આતંકીઓએ એક મહિલાની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ગોળીબારમાં એક યુવક પણ ઘાયલ થયો છે. હાલમાં તેને હોÂસ્પટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર છે. ઘટના બાદ સુરક્ષાબળોએ સર્ચ આૅપરેશન શરૂ કરી દીધુ છે.
નોંધનીય છે કે આ વર્ષના પહેલા પાંચ મહિના દરમિયાન સુરક્ષા દળોએ તેમને મળેલી ગુપ્ત માહિતીના આધારે ૧૦૧ આતંકીઓનો સફાયો કર્યો છે. ૨૦૧૮ના વર્ષમાં પહેલા પાંચ મહિના દરમિયાન ૭૦ આતંકીઓનો જ્યારે ૨૦૧૭ના વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ૫૭ આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY