હળવદ તક્ષશીલા કોચિંગ સેન્ટરમાં મતદાન જાગૃતિ સેલ્ફી ઝોન અને ક્વીઝ યોજાઈ

0
86

ચાણકીય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હળવદની તક્ષશીલા કોચિંગ સેન્ટરમાં આગામી લોકસભા અને વિધાનસભા પેટા ચુંટણી અને જાગૃતિ ફેલાય તે માટે વિવિધ કાર્યક્રમ યોજાઈ ગયા. સંજય દ્વારા મતદાન, ચુંટણી પ્રકિયા અને ભારતના બંધારણ અંગે વક્તવ્ય આપ્યું હતું.તેમજ વક્તવ્યના અંતે મતદાન જાગૃતિ અંગે એક ક્વીઝ કોન્ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પુરુષ વિભગમાં પ્રથમ ક્રમે રાઠોડ હરપાલ, બીજા ક્રમે મર્યા હમીર અને ત્રીજા ક્રમે પટેલ વિશાલ વિજેતા થયા હતા

જયારે મહિલા વિભાગમાં પ્રથમ ક્રમે પટેલ અવની, બીજા ક્રમે ગોસ્વામી હિતાર્થી અને ત્રીજા ક્રમે રંગાડીયા ગાયત્રી એ મેદાન માર્યું હતું.સમગ્ર દિવસ દરમિયાન શાળા સંચાલક ડો.મહેશભાઈ મહેતાના ઇનોવેટીવ આઈડિયા સ્વરૂપે ઉભું કરેલ “MY VOTE, MY VOICE”ની સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.વિજેતા વિધાથીઓએ શાળાના ટ્રસ્ટી રોહિતભાઈ સીણોજીયા અને હિતેશભાઈ કૈલા દ્વારા પુસ્તકો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY