સુરેન્દ્રનગર જિલ્લામાં અસરકારક પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવાની ખાસ ઝૂંબેશ

0
57

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાશ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં અસરકારક પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવાની ખાસ ઝૂંબેશ હાથ ધરવા સુચના આપવામાં આવેલ છે….._

પ્રોહિબિશન જુગારની ખાસ ઝુંબેશ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.એમ.ઢોલ તથા હે.કો. મદીનખાન મલેક, રુપાભાઇ જોગરાણા, રામભા ગઢવી તથા પો.કો. પ્રકાશભાઈ કુકડીયા, મનોજભાઈ ઝાલા, આલાભાઇ રોજીયા,કરશનભાઈ લોહ, મુન્નાભાઇ રાઠોડ, વિઠ્ઠલભાઈ કુકડીયા વિગેરે સ્ટાફના માણસોની ટીમ સાથે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ઇન્સપેક્ટર ડી.એમ.ઢોલને બાતમી મળેલ કે, ચંદ્રેશ સામતભાઇ કાઠી રહે. થાનગઢ પાસેથી યશપાલસિહ જયેન્દ્રસિંહ રાણા રહે. થાનગઢ તથા ધરમવીરસિહ પ્રધ્યુમનસિહ ગોહિલ રહે. થાનગઢ પોતાના કબજા ભોગવટાવાળી ઇન્ડિકા કારમાં તથા થાનગઢના દરબારગઢ પાસે આવેલ બંધ મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે મળેલ બાતમી આધારે પોલીસ સ્ટાફની ટીમ સાથે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા, ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-165 કિંમત રૂ. 82,500/- મળી આવેલ હતી. ઉપરાંત આ જગ્યાએ ઇન્ડિકા કાર નંબર GJ 15 AD 5888 પડેલ મળી આવેલ હોય જેની કિંમત રૂ. 1,50,000/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 2,32,500/- નો તપાસ અર્થે કબ્જે* કરેલ છે.

પ્રોહીબિશનની આ રેઇડ દરમિયાન ઇન્ડિકા કાર નંબર GJ 15 AD 5888 અંદર સર્ચ કરવામાં આવતા, ઇન્ડિકા કારમાંથી એક દેશી હાથ બનાવટની રિવોલ્વર મળી, આવતા, થાનગઢ પોલીસ ટીમ ચોંકી ઉઠી હતી. આ મળી આવેલ દેશી હાથ બનાવટની રિવોલ્વર ની કીમત રૂ. 25,000/- ગણી, તપાસ અર્થે કબજે કરવામાં આવેલ હતી…._

થાનગઢ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ રેઇડ દરમિયાન મળી આવેલ પ્રોહીબિશનના મુદ્દામાલ અંગે હે.કો. રામભા ડી. રાજૈયા નાઓએ સરકાર તરફે ફરિયાદી બની, ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે. જ્યારે, આ ઇન્ડિકા કારમાંથી મળી આવેલ રિવોલ્વર બાબતે આર્મસ અેક્ટ મુજબ સાથેના હે.કો. રુપાભાઇ જોગરાણાઅે અલગથી સરકાર તરફે ફરીયાદી બની, આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આમ, થાનગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ આ રેઇડ દરમિયાન એક પ્રોહીબિશન અને એક આર્મ્સ એકટ એમ બે અલગ અલગ ગુન્હાઓ નોંધવામાં આવેલ છે. પ્રોહીબિશન ના બુટલેગરો દ્વારા આજકાલ ભારતીય બનાવટના વિદેશી દારૂને સંઘરવા માટે અવનવી ટેકનિક અપનાવવામાં આવે છે. થાનગઢ ખાતે પણ બુટલેગરો દ્વારા ખંડેર જેવા મકાનમાં દારૂ છુપાવવા માટે કોઈને શંકા ના જાય એ માટે જગ્યા પસંદ કરવામાં આવેલ. પરંતુ, પોલીસ રેઇડ દરમિયાન ખંડેર જેવા મકાન બહાર ઈંડિકા કાર અને ખંડેર જેવા મકાનમાં મારવામાં આવેલ નવું નકોર લોક (તાળું) અને પોલીસ ટીમની સતર્કતાએ બુટલેગરના મનસૂબા ઉપર પાણી ફેરવી દિધુ હતું અને પોલ ખુલી ગયેલ હતી અને ભારતીય બનાવટ નો વિદેશી દારૂ અને હથિયાર મળી આવેલ હતું…_

આ બને ગુન્હાઓ માં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી, ધરપકડ કરવા થાનગઢ પોલીસ ટીમ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે તેમજ આ ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારુનો જથ્થો તથા રિવોલ્વર કોની પાસેથી મેળવેલ હતો..? કોને આપવાનો હતો..? બીજા કોણ ઇસમો આમા સંડોવાયેલ છે.? વિગેરે મુદ્દાઓ સર આગળની તપાસ થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.ઢોલ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY