કરજણ નદીમાં પાણી છોડાયું છે જેને પગલે રાજપીપળા શહેર સહીત ,ભદામ, ભચરવાડા,હજરપુરા, ધમણાચા, ધાનપોર ગામનાં લોકોને કાંઠા વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે
રાજપીપળા :
નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ જે ભરૂચ અને નર્મદા ના ખેડૂતોની જીીવાદોરી સમાન છે જેમાં બે મહિના પહેલા 35 ટકા પાણી હતું પરંતુ છેલ્લા 4 દિવસ થી ઉપરવાસ એટલેકે સાગબારા અને ડેડીયાપાડા માં 10 ઇંચ કરતા વધારે વરસાદ પડતા કરજણ ડેમ માં પાણી ના નવા નીર આવવાથી હાલ ડેમ ની સપાટી 112.16 મીટર પર પહોંચતા હાલ ખેડૂતો માટે સારા સમાચાર છે આજે ડેમ નું રુલ લેવલ 111.02 મીટર છે જે રુલ લેવલ પાર કરી ડેમ 112.16 મીટર પર પહોંચતા ડેમ 82.62 ટકા ભરાય ગયો છે જેને કારણે આજે કરજણ ડેમ નો ગેટ નંબર 1 અને 4 ખોલી 4570 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને કરજણ નદી બે કાંઠે વહેવા માડી છે જેને કારણે કરજણ નદી કાંઠા વિસ્તાર માં આવતા તમામ ગામો ને સાવચેતી ના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે અને કોઈએ પણ નદી કાંઠે જવું નહીં અને નદીમાં માછી મારી પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે કરજણ નદી બે કાંઠે વહેતા ખેડૂતો માં પણ ખુશી જોવા મળી રહી છે અને ભરૂચ નર્મદા ને સિંચાઈ તેમજ પીવાનું પાણી 1 વર્ષ સુધી મળે એટલો સંગ્રહ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે, હાલ કરજણ નદીમાં પાણી છોડાયું છે જેને પગલે રાજપીપલા શહેર,ભદામ, ભચરવાડા,હજરપુરા, ધમણાચા, ધાનપોર ગામનાં લોકોને કાંઠા વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.


ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




