સચિન તેંડુલકરે ડી.લિટની ડિગ્રી લેવાનો ઈન્કાર કર્યો

0
7

જાધવપુર,તા.૨૨
ભારતના પ્રસિદ્ધ બેટ્‌સમેનમાંના એક અને માસ્ટર બ્લાસ્ટરના હુલામણા નામથી જાણીતા સચિન તેંડુલકરે પશ્ચિમ બંગાળની જાધવપુર વિશ્વવિદ્યાલયમાંથી ડાકટરની ડિગ્રી લેવાનો ઈનકાર કર્યો છે.
જાધવપુર વિશ્વ વિદ્યાલયે સચિનને માનદ ડી.લિટની ડિગ્રી આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સચિને સન્માનપૂર્વક આ ડિગ્રીને લેવાનો ઈનકાર કર્યો હતો. સચિન તેંડુલકરે જાધવપુર વિશ્વવિદ્યાલયને એક ઈ-મેઈલ લખી પોતાના નિર્ણયની જાણ કરી હતી. પોતાના ઈ-મેઈલમાં લખ્યું કે, તેઓ નૈતિક રીતે આ ડિગ્રી લઈ શકે તેમ નથી. સચિને આ મેઈલમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે આ પહેલા આૅક્સફોર્ડની માન્ય ડિગ્રી પણ ફગાવી ચૂક્્યા છે.
સચિને આ સન્માન માટે પોતાને સક્ષમ સમજવા માટે વિશ્વવિદ્યાલયના વહીવટીતંત્રે અને કુલાધિપતિ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનો આભાર માન્યો છે. આ અંગે વિશ્વવિદ્યાલય તરફથી કુલપતિ સુરંજનદાસે મીડિયાને માહિતી આપી હતી. તેમણે મીડિયાને જાણકારી આપતા કહ્યું કે સચિને એક મેઈલ દ્વારા વિશ્વવિદ્યાલયને પોતાના નિર્ણયની જાણ કરી હતી. મનાઈ રહ્યું છે કે મહેનત કર્યા વગર સચિન એક પણ ડિગ્રી લેવાના પક્ષમાં નથી. હવે આ ડિગ્રી સચિનની જગ્યાએ એમ સી મેરીકામને અપાશે.
રિપોર્ટ અનુસાર, સચિન આ અગાઉ આૅક્સફોર્ડ વિશ્વવિદ્યાલય, મૈસૂર વિશ્વવિદ્યાલય અને રાજીવ ગાંધી વિશ્વવિદ્યાલય આૅફ હેલ્થ એન્ડ સાઈન્સ, બેંગલુરૂ જેવા સંસ્થાની માન્ય ડિગ્રી લેવાનો પણ ઈનકાર કરી ચૂક્્યા છે. તો બીજીતરફ સચિનના સાથીમિત્ર ખેલાડી રાહુલ દ્રવિડે પણ બેંગલુરૂ વિશ્વવિદ્યાલયમાંથી માન્ય ડિગ્રી લેવાનો ઈનકાર કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY