સુરેન્દ્રનગર,તા.૧૪
મોરબીના ચકચારી ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસની કસ્ટડીમાંથી વહેલી સવારે નાસી છૂટયો છે. મોરબી કોર્ટમાં તેની મુદ્દત હોવાથી પોલીસ જાપ્તાની ટીમ મોરબી લઈ જવા નીકળી હતી ત્યારે ઘ્રાંગઘ્રા ઓનેસ્ટ હોટલ પાસે ટીમ હોલ્ટ કર્યો હતો. દરમિયાન હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને નાસી છૂટયો હતો. આરોપીને પકડવા માટે પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે, તેમજ સ્થાનિક પોલીસ તેમજ અને જિલ્લા એલસીબી સહીતની પોલીસને જાણ કરવામાં આવી છે.
હિતુન્દ્રસિંહ ઉર્ફ હિતુભા ઝાલાને સાબરમતી સેન્ટ્રલ જેલથી મોરબી સેશન્સ કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવાતો હતો. ત્યારે અમદાવાદ ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી ઓનેસ્ટ હોટલ પર ફ્રેશ થવા માટે ગાડી ઊભી રખાઈ હતી. ત્યારે આરોપી વ્હાઈટ કલરની ફોર્ય્યુનર જીજે૧૮ જીબી ૬૦૯૩ કે ૦૦૯૩ નંબરની ફોર્ચ્યુનરમાં બેસીને નાસી છૂટયો હતો. સવારે ૧૦ વાગ્યા આસપાસ બનાવ બન્યો હતો. દરમિયાન આ મામલે જાપ્તાના બનાવની સ્ટેટ પોલીસ કંન્ટ્રોલ રૂમને જાણ કરતા આસપાસના જિલ્લામાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવા આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



